તંત્ર શું કરી રહ્યું છે? પાટણમાં વિદ્યાર્થીને તાલિબાની સજા આપનાર શિક્ષકને સજા ક્યારે? 5 દિવસ થયા છતાં કોઈ જ કાર્યવાહી કેમ નથી કરી?

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે જોઈને તમારું લોહી ઉકળી જશે. કારણ કે પાટણમાં શિક્ષકે વિદ્યાર્થીને તાલિબાની સજા આપી છે. હવે સજા આપનાર શિક્ષક સામે હવે વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિગતો એવી મળી રહી છે કે પાટણની એમ એન હાઇસ્કુલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યાની ઘટના સામે આવી હતી. ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી શાળામાં મસ્તી કરતા શિક્ષકે તાલિબાની સજા આપી હતી.

શિક્ષકે એટલી હદ વટાવી દીધી હતી કે હાઈસ્કૂલના બીજા માળેથી બાળકને લટકાવી માર માર્યો હતો. શું શાળા વહીવટી તંત્ર દ્વારા શિક્ષક સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી એવી પણ વાત કરવામાં આવી રહી છે. પાટણમાં વિદ્યાર્થીને તાલિબાની સજા આપવા મામલે મયંક પટેલ નામના શિક્ષક ગુનેગારના નામમાં છે.

આ શિક્ષક વિરુદ્ધ એ.ડિવિઝનમાં પીડિત વિદ્યાર્થીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. જોકે હાલ પંથકમાં સવાલ ઊભા થઈ રહ્યા છે કે, મયંક પટેલને સજા ક્યારે મળશે? વિદ્યાર્થીને મારવાનો અધિકાર તમને કોણે આપ્યો? બાળકો મસ્તી નહીં કરે તો કોણ મોટા કરશે? જોકે હજી સુધી મયંક પટેલ સામે શાળા તરફથી પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે.


Share this Article
TAGGED:
Leave a comment