ગુજરાતમાં આ જગ્યાએ ખાલી 100 રૂપિયામાં મળે છે અનલિમિટેડ ઢોસા, પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ, જલ્દી જાણી લો

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ગુજરાતીઓ હંમેશા ખાવાના શોખીન રહ્યા છે. એમાં પણ વડોદરા શહેરમાં લોકો ખાવાના ખૂબ જ શોખીન છે. ત્યારે વડોદરામાં એક એવી જગ્યા છે જેના વિશે જાણીને તમને માનવામાં નવી આવે, કારણ કે છ મહિના પહેલા જ એકદમ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયા ઢોસાની સિંથામણી ઢોસા રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. અહીંયા ફક્ત 100 રૂપિયા તમે અનલિમિટેડ ઢોસા મળી રહ્યા છે. સરનામા વિશે વાત કરીએ તો સિંથામણી ઢોસા સેન્ટરમાં સાઉથ ઇન્ડિયાના અન્ના જ બધી વેરાયટી બનાવે છે. જેથી અહીંયા શહેરીજનોને ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયાનો સ્વાદ મળશે.

સિંથામણી ઢોસા સેન્ટરના સાધના ચૌહાણે પોતાની વાત કરી હતી કે અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે અમે 6 મહિના પહેલા જ રેસ્ટોરન્ટ શરૂ કરી છે. વડોદરામાં રહીને પણ લોકો ઓથેન્ટિક ઢોસાનો સ્વાદ લઈ શકે એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. અહીં સાદા ઢોસા, મસાલા ઢોસા, ઇડલી સંભાર, મેંદુ વડા, કલ્લુ ઢોસા મળે છે. જો કે અહીં સ્પેશ્યાલિસ્ટ વિશે વાત કરીએ તો અહીં કલ્લુ ઢોસા સ્પેશિયલ છે. કલ્લુ ઢોસા એ તમિલનાડુની ખાસિયત છે. આ ઢોસા વડોદરામાં બીજે ક્યાંય નહીં મળે, ફક્ત અહીં જ ખાવા મળશે.

જો કે અહીં લોકોને ખવડાવના ઉદેશ્ય સાથે ઓછો ભાવ પણ રાખ્યો છે. એનાથી પણ મોટી વાત કે અહીં પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે. 5 કિલોમીટરના અંતરમાં હોય તો ફ્રી હોમ ડિલિવરી કરી આપવામાં આવે છે. કોમ્બો સુવિધા ઉપલબ્ધ છે જેમાં, 60 રૂપિયામાં સાદા અને મસાલા ઢોસા, 80 રૂપિયામાં 1 ઈડલી, 1 વડા, સાદા ઢોસા, મસાલા ઢોસા અને કલ્લુ ઢોસા મળે છે. અને ખાસ કરીને 100 રૂપિયામાં તો તમે કોઈ પણ ઢોસા અનલિમિટેડ મળી રહ્યા છે, જેથી લોકોની વધારે ભીડ જોવા મળી રહી છે.


Share this Article
Leave a comment