વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ એકશન મોડમાં, પક્ષ વિરુદ્ધ કામગીરી કરનારા 51 બળવાખોરોને કરી નાખ્યા સસ્પેન્ડ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને ખુરશીની રેસમા દરેક પાર્ટી દોડી રહી છે. દિગ્ગજ નેતાઓ ગુજરાતમા પ્રચાર કરવા આવી પહોચ્યા છે. આ વચ્ચે એક મોટી રાજનીતીક ઉથલપાથલ સામે આવી છે. ભાજપ દ્વારા ટિકિટ ન મળતા નારાજ નેતાઓ બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને હવે આ મામલે ભાજપે એકશનમા આવીને આવા તમામ નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.

આ સિવાય હાલમા જ સી.આર.પાટીલ દ્વારા પણ 12 કાર્યકરોને પક્ષ વિરોધી કામગીરી માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ પક્ષ વિરોધી કામગીરી કરનારા નેતાઓ વડોદરાના હતા. આ જાણ થતા જ જીલ્લા ભાજપ દ્વારા એક સાથે 51 લોકોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા ગુજરાતના રાજકારણમા ખળભળાટ મચી ગયો છે.

શહેરના પાદરા તાલુકા અને વાઘોડિયા તાલુકાના આ 51 બળવાખોરો અને પાદરા નગરપાલિકાના 10 સદસ્યોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે મધુ શ્રીવાસ્તવની પુત્રી નીલમ શ્રીવાસ્તવને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામા આવ્યા હોવાની માહિતી છે.

 

 

 

Translate »