ગુજરાતનો ઉનાળો તો આકરો કે શું? હાલતા ને ચાલતા કાર સળગી ઉઠે છે, હવે નવસારીમાં રસ્તા પર જ ભડભડ બળવા લાગી

ઉનાળા દરમિયાન કારમાં આગના બનાવો વધી જતા હોય છે. આ વર્ષે કારમાં આગ લાગી હોય તેવા અનેક બનાવ બન્યા છે. હવે નવસારી જિલ્લામાં કારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. જેમાં ચીખલી નજીક આવેલા આલીપોર ડેરી પાસે એક કારમાં આગ લાગી હતી. જાેકે, બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. સદનસિબે તમામ લોકો કારમાંથી બહાર નીકળ જવામાં સફળ રહ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે નેશનલ હાઇવે નંબર-૪૮ પર આવેલા આલ્ફા હોટલ નજીક કારમાં આગ લાગવાની ઘટના બની હતી. કારમાં આગ લાગતીની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાેકે, કારમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ચાલુ કારમાં આગ લાગતી તમામ લોકો બહાર નીકળી ગયા હતા. આગની ઘટના બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે પહોંચીને ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો. જાેકે, ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવે ત્યાં સુધીમાં કારના બોનેટનો ભાગ સળગી ગયો હતો.

આગનો બીજાે એક બનાવ વડોદરા ખાતે બન્યો છે. જ્યાં રેલવે સ્ટેશન નજીક ગરનાળા પાસે એક રિક્ષામાં આગ લાગી ગઈ હતી. વહેલી સવારે લાગેલી આગમાં આખી રિક્ષા બળીને ખાખ થઈ ગઈ છે. જાેકે, આ કેસમાં પણ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. બે દિવસ પહેલા કેવડિયા ખાતે એક ઇલેક્ટ્રિક રિક્ષામાં આગ લાગ્યાન બનાવ બન્યો હતો. જેમાં રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી. આગ બાદ ત્યાં અફરાતફરી સર્જાઈ હતી. આ રિક્ષાને કેવડિયા પાસે આવેલા પાર્કિંગમાં ચાર્જિંગ માટે મૂકવામાં આવી હતી. આ દરમિયાન તેમાં આગ ફાટી નીકળી હતી.

Translate »