છાતી પર પગ મૂકી કોરોનાની સારવાર કરતો ઢોંગી ઝડપાયો

બનાસકાંઠામાં લેભાગુ તત્ત્વોએ મહામારીના સમયમાં રીતસરની લૂંચ ચલાવવા માટે અનેક પ્રયોગો કર્યા છે. જેનો સમયાંતરે પર્દાફાશ થતા જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. ગુરૂ દ્વારા મંત્ર તંત્રના જાપ દ્વારા કોરોના દર્દીની સારવારનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલે પાલનપુર પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. IPC 188 અને એપેડમિક એકટ મુજબ ત્રણ આરોપીઓ સામે ફરિયાદ થઈ છે. કોરોના પોઝિટિવ દર્દીના શરીર પર ઊભો રહી ગુરૂ મંત્ર જાપ કરતો એક વ્યક્તિનો વીડિયો પાલનપુરમાંથી સામે આવ્યો છે. પોલીસે તપાસના અંતે ગુરૂ સહિત બે આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે અને ફરારને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પાલનપુરના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના મહામારી વચ્ચે ભુવા અને જાદુઈ ઈલાજનો સહારો લેવામાં આવી રહ્યો છે. કહેવાતા લેભાગુ ગુરૂ બની લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને પૈસા ખંખેરી રહ્યા છે. 20 દિવસ પહેલા બનેલી ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. અત્યારે વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવી હતી. પાલનપુરમાં કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાને બદલે ગુરુ પાસે લઈ જવાયા હતા. આ ગુરુએ મંત્ર વિધિ કર્યા બાદ દર્દીની તબિયત વધુ ખરાબ થતા મોત નિપજયું હતું. આ ઘટના પ્રકાશમાં આવી છે. કચ્છના આડેસર ગામે રહેતા ભવનભાઈ પ્રજાપતિ એક મહિના પહેલા વાયરસથી સંક્રમિત થયા હતા. ડીસામાં રહેતા તેમના ભાઈને ત્યાં તેઓ સારવાર માટે આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં જગ્યા ન મળતાં તેઓ પાલનપુર ખાતે રહેતા બીજા ભાઈને ત્યાં સારવાર માટે ગયા હતા.

પાલનપુરમાં એક ગુરુમાં ભવનભાઈ માનતા હતા. દર્દીએ હોસ્પિટલમાં જવાને બદલે ગુરુ પાસે મંત્ર વિધિ હતી. જ્યાં મેડિકલ સિસ્ટમ હાંફી રહી છે. ત્યાં આવા ગુરૂઓથી ઈલાજ થાય તો તબીબોની જરૂર શી રહે? સાજા થઇ જકે એમ માની હોસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું. તે દરમિયાન ગુરુએ કોરોનાગ્રસ્ત ભવનભાઈના સીધા સુવડાવી તેમના પેટ પર એક પગ મૂકી મંત્રો બોલવાના શરૂ કર્યા હતા. તેઓ જલદી સાજા થઇ જશે તેવા આશીર્વાદ આપ્યા હતા, જો કે આ સમગ્ર વિધિના થોડાક સમય બાદ ભવનભાઈની તબિયત વધુ લથડતા તેનું મોતનું નીપજ્યું હતું. હકીકત સામે આવી ત્યારે આ કેસમાં ફરિયાદ નોંધી રાપરના નાડેલાનો ગુરુ મોહન ભગતને પકડી પાડ્યો છે.

Leave a Reply

Your email address will not be published.

Translate »