AAP નેતા રાઘવ ચઢ્ઢાએ ઓટો ડ્રાઈવર મામલે ભાજપને આપ્યો વળતો જવાબ, કહ્યુ- PM મોદીના સમર્થકો પણ પ્રેમ તો કેજરીવાલને….

AAP નેતાઓ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે સતત રાજ્યના પ્રવાસ કરી રહ્યા છે. AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પણ પ્રચાર માટે શનિવારે અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટથી બહાર આવ્યા બાદ મીડિયાએ રાઘવ ચઢ્ઢાને ઓટો ડ્રાઈવર બીજેપી સમર્થક હોવા પર સવાલ કર્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ઓટો ડ્રાઈવરના આમંત્રણ પર તેમના ઘરે ભોજન લેવા ગયા હતા. તેઓએ તેમને પૂછ્યું ન હતું કે તમે કઈ પાર્ટીના છો, તમે કોને મત આપો છો? આખા દેશના 135 કરોડ લોકોને પોતાનો પરિવાર માનનારા અરવિંદ કેજરીવાલ તેમના આમંત્રણ પર ડિનર પર ગયા હતા.

આગળ વાત કરતા તેમણે કહ્યુ કે આજે બીજેપીના લોકો હોય, કોંગ્રેસના લોકો હોય, પીએમ મોદીના સમર્થકો હોય અને ગૃહમંત્રી હોય, તેઓ મત આપે છે, પરંતુ તેઓ અરવિંદ કેજરીવાલને પ્રેમ કરે છે. નોંધનીય છે કે ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રાઘવ ચઢ્ઢાને ગુજરાત AAPના રાજકીય બાબતોના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે તેમાણે ભાજપ પર આરોપ લગાવ્યો કે ભાજપના લોકો પણ અમારી ધરપકડ કરવાની તૈયારી કરી રહ્યા છે, અમે ભગત સિંહના અનુયાયીઓ છીએ, અમે ડરવાના નથી.

આ પહેલા અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કર્યું હતું કે, ‘જ્યારથી રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમણે ગુજરાતમાં પ્રચાર માટે જવાનું શરૂ કર્યું છે, ત્યારે હવે આ લોકો (ભાજપ) રાઘવ ચઢ્ઢાની પણ ધરપકડ કરશે. કયા કેસમાં કરશે અને કેવા આરોપો લાગશે, તે અંગે આ લોકો અત્યારે વિચારી રહ્યા છે.

AAP નેતાએ અરવિંદ કેજરીવાલની સરકારના મોડલની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાતના મતદારોમાં પંજાબની ઉર્જા દેખાય છે. ગુજરાત જે પરિવર્તન ઈચ્છે છે તે પરિવર્તન માટે હવે તૈયાર છે. આઈ લવ યુ કેજરીવાલ હવે બોલવા માટે તૈયાર છે. ગુજરાતના યુવાનો હવે પરિવર્તન ઈચ્છે છે. AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આજકાલ અરવિંદ કેજરીવાલ બીજેપી નેતાઓના સપનામાં આવે છે, તે ડરીને જાગી જાય છે. તેમણે કહ્યું કે ગુજરાત પરિવર્તન ઈચ્છે છે. હવે આ અહંકારી સરકારને બદલવાનો સમય આવી ગયો છે. આમ આદમી પાર્ટી તે પરિવર્તન લાવશે. ગુજરાતનો યુવા વર્ગ ભાજપથી કંટાળી ગયો છે, સારું ભવિષ્ય ઈચ્છે છે, પરિવર્તન ઈચ્છે છે.

AAP નેતાએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે અને સમગ્ર કોંગ્રેસ કેરળમાં પ્રચાર કરી રહી છે. જો આ મજાક નથી તો શું છે? તેમણે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ ભાજપને હરાવી શકે નહીં. કોંગ્રેસ જૂની થઈ ગઈ છે, તેમાં ભાજપ સાથે સ્પર્ધા કરવાની હિંમત નથી. કોંગ્રેસને મત આપવો એ તમારો મત બગાડવા સમાન છે.

રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ પાસે PHD છે – સારી શાળાઓ બનાવવામાં, સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં, મફત 24*7 વીજળી પૂરી પાડવામાં અને ગરીબોના બાળકોના ભવિષ્યને સુધારવામાં. ચઢ્ઢા ગાંધી જયંતિ નિમિત્તે બાપુના આશીર્વાદ લેવા દાંડી સ્મારક સ્થળ પર પહોંચશે. આ પછી સુરતમાં વિશાળ પદયાત્રા કાઢીશું. AAPના નેતાઓ સુરતમાં હીરાના વેપારીઓ અને ફેક્ટરી કામદારો સાથે પણ વાતચીત કરશે. ગુજરાતના યુવાનોને જોડવામાં AAPના સહપ્રભારી વિશેષ ભૂમિકા ભજવશે.

Translate »