ડિલિવરીનાં થોડા કલાકો બાદ જ આ મહિલા બની ફરીથી પ્રેગ્નન્ટ, એક વર્ષમાં આપ્યો 2 બાળકોને જન્મ!

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

જ્યારે પણ કોઈ મહિલા પોતાના ગર્ભમાંથી બાળકને જન્મ આપે છે ત્યારે તેને ભારે પીડાનો સામનો કરવો પડે છે. પરંતુ જેવી કોઈ સ્ત્રી નાનકડી જાનને જન્મ આપી દે છે ત્યારબાદ તેનો ચહેરો જોતા તે બધુ દુખ ભૂલી જાય છે. આજે અહી એક એવા કિસ્સા વિશે વાત કરવામા આવી રહી છે જ્યા  મહિલા ડિલિવરી પછી ઘરે પહોંચી અને તરત જ ફરીથી ગર્ભવતી થઈ હોય.

લોરેન અહિન્નવાઈ નામની એક મહિલાએ એક વીડિયો જાહેર કર્યો અને તેની સંપૂર્ણ વાર્તા વિશે જણાવ્યું. મહિલાનું કહેવું છે કે તેણે 27 નવેમ્બર 2020ના રોજ એક બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે 26 ઓક્ટોબર 2021ના રોજ મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. આ સ્થિતિને આઇરિશ પ્રેગ્નન્સી કહેવાય છે. ટિકટોક પર શેર કરાયેલા આ વીડિયોમાં મહિલાએ જણાવ્યું કે તેના પુત્રને જન્મ આપ્યા બાદ જ્યારે તે માતા-પિતા બનવાની તૈયારી કરવાનું વિચારી રહી હતી, ત્યારે જ તેને તેની બીજી પ્રેગનન્સી વિશે ખબર પડી.

આયરિશ ટ્વિન્સ 12 મહિના કે તેનાથી ઓછા સમયમાં માતાના ગર્ભમાંથી બહાર આવે છે. 11 મહિનામાં 2 બાળકોને જન્મ આપવા અંગે મહિલાનું કહેવું છે કે આ ભગવાનની સૌથી મોટી ભેટ છે. મહિલાની કહાનીએ લોકોને ચોંકાવી દીધા છે. લાખો લોકોએ આ વીડિયો જોયો છે. ઘણા લોકો મહિલાને અભિનંદન આપતા જોવા મળ્યા હતા. આ સ્ટોરી વિશે લોકો પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. એક યુઝરે તો મજાકમાં કહ્યું કે વાહ, તમે બિલકુલ સમય બગાડ્યો નથી.


Share this Article