પૂર્વ સૈનિકના પ્રાઈવેટ પાર્ટમાં ફસાઈ ગયો બોમ્બ, ડોક્ટરોની ટીમ પણ આ જોઈને ગભરાઈ ગઈ, તાત્કાલિક હોસ્પિટલ ખાલી કરી ત્યા જ…

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

તેના ઘરની સફાઈ દરમિયાન એક પૂર્વ સૈનિકના પ્રાઈવેટ પાર્ટમાં ખૂબ જ ખતરનાક બોમ્બ ફસાઈ ગયો હતો. પીડાથી ત્રસ્ત અને નર્વસ પીડિત જ્યારે હોસ્પિટલ પહોંવ્યો  ત્યાં હાજર ડોક્ટરોની ટીમ પણ તેની હાલત જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. આ અકસ્માતમાં ભૂતપૂર્વ સૈનિકના પ્રાઈવેટ પાર્ટમાં જે બોમ્બ ફસાઈ ગયો હતો તે પહેલા વિશ્વ યુદ્ધ દરમિયાન બનાવવામાં આવ્યો હતો.

 આ વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં આઠ ઈંચનો બોમ્બ ફસાયેલો જોઈને ઈમરજન્સી સાયરન વાગતા હોસ્પિટલને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. હોસ્પિટલ મેનેજમેન્ટે બોમ્બ સ્ક્વોડ ટીમને સ્થળ પર બોલાવી હતી. ત્યારપછી જ્યારે ડોક્ટરોની મદદથી બોમ્બના શેલને પ્રાઈવેટ પાર્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે એક્સપર્ટ્સે તેને યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ લઈ જઈને ડિફ્યુઝ કર્યો.

 

*કેવી રીતે થયો અકસ્માત?

અહેવાલ મુજબ બહાર કાઢેલા બોમ્બનો ઉપયોગ પ્રથમ વિશ્વ યુદ્ધમાં રોયલ આર્ટિલરી દ્વારા કરવામાં આવ્યો હતો. બાદમાં ઉત્તર આફ્રિકામાં બ્રિટિશ ટેન્કો દ્વારા પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કેટેગરીના બોમ્બ શેલ લગભગ 57 મીમી રાઉન્ડ અને 8 થી 10 ઇંચ લાંબા હતા. પીડિતએ ડોક્ટરોને જણાવ્યું કે સફાઈ દરમિયાન વ્યક્તિએ આ સેલને બાજુ પર ઉભો રાખ્યો હતો. પણ પછી તેનો પગ લપસી ગયો અને તે સીધો તેની ઉપર પડ્યો.

 

હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું કે શનિવારે રાત્રે 9 વાગ્યાથી 11.30 વાગ્યાની વચ્ચે એક વ્યક્તિ ઈમરજન્સીમાં પહોંચ્યો હતો. અમે તે પરિસ્થિતિને ખૂબ જ કાળજીપૂર્વક સંભાળી. આ દરમિયાન બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોક્ટરોએ વિપરીત પરિસ્થિતિમાં પોતાનું કામ સારી રીતે પૂરું કર્યું. હાલમાં આ અકસ્માતનો ભોગ બનેલા સૈનિકની હાલત ખતરાની બહાર છે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જોકે, ડોક્ટરોનું કહેવું છે કે પીડિતને સંપૂર્ણ સ્વસ્થ થવામાં હજુ થોડો સમય લાગશે.


Share this Article
TAGGED: