આ પક્ષીને માણસ જેવી જ હોય છે આંખો, કુદરતે કંડારી છે અનોખી રચના, તમે પણ જોઇને આશ્ચર્યચકિત થઇ જશો

Desk Editor
By Desk Editor
Share this Article

Ajab Gajab News: દુનિયા પર ઘણા પક્ષીઓ રહેલા છે. આ તમામ પક્ષીઓ પોતાની ખાસિયતને લઇને આકર્ષક હોય છે. આજે એવા જ એક પક્ષીની વાત તમારી સમક્ષ લઇને આવ્યા છીએ, જે મૂળ રૂપે એશિયા અને આફ્રિકાના દ્વિપોમાં જોવા મળે છે. આ પક્ષીની ખાસિયત એવી કઇક છે કે, તેની આંખ ઉપર માણસોની આંખ જેવી જ પાંપણ હોય છે.

દુનિયાભરમાં લગભગ 55 પ્રજાતિ

સૌથી પહેલા તો આ આકર્ષક પક્ષીનું નામ છે સદર્ન ગ્રાઉન્ડ હૉર્નબિલ. આ પક્ષીની દુનિયાભરમાં લગભગ 55 પ્રજાતિઓ છે. જો કે, ભારતીય ઉપમહાદ્વીપમાં લગભગ 10 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. સદર્ન ગ્રાઉન્ડ હોર્નબિલનો વજન 6 કિલોથી વધારે હોઇ શકે છે. આકારમાં નર પક્ષી મોટું હોય છે. તેમજ ચાંચનો આકાર પણ અલગ-અલગ હોય છે.

માથા પર હોય છે હેલમેટ જેવું હાડકું

હૉર્નબિલ મોટાવૃક્ષ વચ્ચેની જગ્યાઓ કે પછી પહાડો વચ્ચેની જગ્યાઓમાં પોતાનો માળો બનાવે છે. હૉર્નબિલ દિવસમાં ફરનારું પક્ષી છે અને મોટા ભાગે તે સમૂહમાં જોવા મળે છે. આ પક્ષીની એક ખાસિયત એ પણ છે કે, માથા પર હેલમેટ જેવું એક હાડકું હોય છે જેને હોર્નબિલ આઇવરી કહેવામાં આવે છે. જે અતિશય મજબૂત હોય છે.

કિંજલ દવેને ચાર-ચાર બંગડીવાળી ગાડી પડી મોંઘી, કોર્ટના હુકમના તિરસ્કાર બદલ ફરિયાદીને 1 લાખ ચૂકવવા હુકમ, નહીંતર જેલ આવવા નિમંત્રણ

Ayodhya: રામલલાની 3 મૂર્તિઓ બનાવવામાં આવી, એક ગર્ભગૃહમાં મુકવામાં આવશે, તો જાણો બાકીની બે મૂર્તિનું શું થશે?

અયોધ્યા રામ મંદિરઃ આજે મંદિરમાં પ્રવેશ કરશે રામલલા, યજ્ઞ અને હવન સતત રહેશે ચાલુ, જાણો દિવસભરના કાર્યક્રમો

સૌથી છેલ્લે તમને જણાવીએ તો હૉર્નબિલ સર્વભક્ષી પક્ષી છે. જે મુખ્યત્વે ફળ ફુલ અને નાના જીવોને ખાયને પોતાનું પેટ ભરે છે.


Share this Article
TAGGED: