Ajab Gajab News: આજની તારીખે દુનિયામાં એવી ચીજ વસ્તુઓ છે. જેના વિશે સાંભળીને અથવા તો જેને જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ જતા હોય છે. આજે એક એવા જ બલ્બની કહાન છે કે, જે બલ્બને દુનિયા ચમત્કાર માની રહી છે. એટલું જ નહીં આ બલ્બ ગિનીસ બુકમાં પણ પોતાનું નામ નોંધાવી ચૂક્યો છે કારણ કે, તે છેલ્લા 10 કે 20 નહીં પરંતુ 122 વર્ષથી સતત ચાલું છે.
અનોખા બલ્બનું નામ શું છે?

કેલિફોર્નિયાના લિવરમૉર શહેરમાં લાગેલો આ બલ્બ અનેક લોકોએ જોયો છે. લિવરમોર શહેરના ફાયર બ્રિગેડ વિભાગના ગેરેજમાં આ બલ્બ ચાલું છે. જે બલ્મનું નામ છે ‘સેન્ટેનિયલ.’ વર્ષ 1901માં પહેલીવાર સેન્ટેનિયલ બલ્બને ચાલું કરવામાં આવ્યો હતો. ત્યારે 60 વૉટનો હતો. ધીમે ધીમે આઉટપુટ ઓછું થયું અને વર્ષ 2021માં 4 વોટ સુધીની રોશની રહી ગઇ.
એક વખત જ્યારે બલ્બને બંધ કરવો પડ્યો…

દુનિયાનો એકપણ બલ્બ આટલા લાંબા સમય સુધી ચાલ્યો નથી. 122 વર્ષના સફરમાં 2 વખત આધિકારિક રીતે ઇન્ટરવલ આપવામાં આવ્યો. પહેલીવાર 1937માં વિજળીની લાઇન બદલવા માટે બંધ કરવામાં આવ્યો હતો. બાદમાં ફરી ચાલુ થઇ ગયો. પરંતુ વર્ષ 1976માં ફાયર સ્ટેશનની બિલ્ડિંગ બદલાવવાની વાત સામે આવી.
પરેડ સાથે બલ્બને લઇ જવાયો

જ્યારે બિલ્ડિંગ બદલવાની થઇ ત્યારે આ બલ્બને પરેડ સાથે નવી બિલ્ડિંગમાં લાવવામાં આવ્યો. તે સમયે 22 મિનિટ બલ્બ બંધ રહ્યો બાદમાં ફરી ચાલું કર્યો તો આ બલ્બ ચાલું થઇ ગયો. વર્ષ 2013માં એવું લાગ્યું કે, બલ્બ ઉડી ગયો છે. પરંતુ તારની તપાસ કર્યા બાદ જાણ થઇ કે, 76 વર્ષ જૂનો તાર ખરાબ થયો છે બલ્બ નહીં. બાદમાં તાર બદલ્યો તો ફરી બલ્બ ચાલું થઇ ગયો. બસ આ જ કારણોસર આજે પણ આ બલ્બ જીવંત છે.
બલ્બની દેખરેખ માટે CCTV

આ સેન્ટેનિયલ બલ્બના દિવાના લોકો દુનિયાભરમાં છે. જેને જોતા એક ખાસ વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે. જે વેબસાઇટ છે http://www.centennialbulb.org/cam.htm . આ વેબસાઇટ પર બલ્બની તમામ માહિતી મળી જશે અને બલ્બને જોઇ પણ શકશો. કારણ કે, આજની તારીખે આ બલ્બની જાળવણી માટે CCTV કેમેરો પણ લગાવાયો છે.