1000 રૃપિયાની નોટ વેચાઈ રહી છે પુરા 3 લાખ રૂપિયામાં, જુઓ ક્યાંય ખૂણે ખાચકે પડી હોય તો માલામાલ થઈ જશો

Lok Patrika Desk
Lok Patrika Desk
3 Min Read
Share this Article

સિક્કા અને નોટોની દુર્લભતાને કારણે કિંમત ખૂબ જ વધી રહી છે. સિક્કા અને ચલણ એકત્ર કરવાના શોખીન લોકો તેમની વાસ્તવિક કિંમત કરતાં વધુ ચૂકવવા પણ તૈયાર છે. બ્રિટનમાં અનન્ય સીરીયલ નંબર અને ઐતિહાસિક મહત્વને કારણે આવા ચલણને અભૂતપૂર્વ કિંમતે વેચવામાં આવે છે. એક સિક્કાની કિંમત અંદાજે 1000 ગણી વધારે છે. 1000 રૂપિયાની નોટની બમ્પર કિંમત ત્રણ લાખ રૂપિયા મળી રહી છે.

3 લાખમાં વેચાઈ રહી છે 1000 રૂપિયાની નોટ

 

‘ડેઇલીસ્ટાર’ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સિક્કાની અંદાજિત કિંમત તેની વાસ્તવિક કિંમત કરતા ઘણી વધારે છે. જો કોઈની પાસે 10 પાઉન્ડ (1000 રૂપિયા)ની AH17 75 સીરીયલ નંબરવાળી પ્લાસ્ટિકની નોટ હોય તો તેની કિંમત સાડા ત્રણ લાખ રૂપિયાથી વધુ છે. પ્રખ્યાત અંગ્રેજી લેખિકા જેન ઓસ્ટનનો જન્મ 1775માં થયો હતો. 1817માં તેનું અવસાન થયું હતું. આ સીરીયલ નંબરોની ભારે માંગ છે. આ સીરીયલ નંબરો ChangerChecker.com પર વિગતવાર માહિતી આપેલી છે.

* 16 121775 અને 18 071817 આ બંને તારીખો લેખક જેન ઓસ્ટેનની જન્મ અને મૃત્યુ તારીખ જણાવે છે.

* સીરીયલ નંબર 17 751817 માં લેખકના જન્મ અને મૃત્યુનું વર્ષ એક સાથે છે.

* 28 011813 આ તે તારીખ છે જ્યારે જેન ઓસ્ટેનની સૌથી પ્રખ્યાત કૃતિ પ્રાઇડ એન્ડ પ્રિજ્યુડિસ પ્રકાશિત થઈ હતી.

20 રૂપિયાનો સિક્કો વેચાઈ રહ્યો છે 75 હજારમાં

આ સિવાય જે સીરીયલ નંબરની ડિમાન્ડ છે જેને લોકો શોધી રહ્યા છે તેમાં તાંબાના બનેલા 20 પેન્સ (લગભગ 20 રૂપિયા)નો બ્રિટિશ સિક્કો પણ સામેલ છે. આ સિક્કાની કિંમત 75 હજાર રૂપિયા આંકવામાં આવી છે. આ અગાઉ વર્ષ 2011માં  eBay પર 20 પેન્સનો સિક્કો 15,000 રૂપિયામાં વેચાયો હતો.

50 રૂપિયાનો સિક્કો 55 હજારમા વેચાયો

ડબલ ક્વીન હેડ સાથેનો 50 પેન્સ (રૂ. 50)નો સિક્કો ગયા વર્ષે રૂ. 55,000થી વધુમાં વેચાયો હતો. આ સિક્કો તેની કિંમત કરતા 1000 ગણો વધુ મળ્યો. ગયા મહિને ક્યુ ગાર્ડન્સ સાથે 50 પેન્સ (50 રૂપિયા)નો સિક્કો 17000 રૂપિયામાં વેચાયો હતો. 2009માં કુલ 2 લાખ 10 સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. 50 પેન્સનો સિક્કો લંડન ઓલિમ્પિક 2012ના એક વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સિક્કાની હજુ પણ ઓનલાઇન માંગ છે. આ સિક્કામાં બે એથ્લેટ્સ ભરચક સ્ટેડિયમમાં એકબીજા સાથે લડતા જોવા મળે છે. આજે પણ eBay વેબસાઈટ પર આ સિક્કો લગભગ 1100 રૂપિયામાં વેચાઈ રહ્યો છે.


Share this Article
Leave a comment