OMG! આ છે વિશ્વની સૌથી નાની બેન્ક, જ્યાં કામ કરે છે માત્ર બે જ લોકો, છતાં ઘણાની લોન ચાલી રહી છે

Lok Patrika
By Lok Patrika
Share this Article

કોઈપણ દેશની પ્રગતિમાં બેન્કની મહત્વની ભૂમિકા હોય છે. દેશના અર્થતંત્રની કરોડરજ્જુ તરીકે ઓળખાતા કૃષિ, ઉદ્યોગ, માર્ગ, વીજળી, ટેલિકોમ, શિક્ષણ, રિયલ એસ્ટેટના વિકાસ માટે બેન્ક એક મહત્વપૂર્ણ પરિબળ છે. માત્ર લોકો જ નહીં પરંતુ એવી ઘણી સરકારો છે જે વિકાસ માટે બેંકો પાસેથી લોન લે છે. જે દેશનું બેંકિંગ ક્ષેત્ર જેટલું વધુ વિકસિત થાય છે, તે દેશ તેટલી પ્રગતિ કરે છે અને જ્યારે આવા દેશોનું નામ મનમાં આવે છે, ત્યારે સૌથી પહેલું નામ અમેરિકાનું આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દેશમાં એક અનોખી બેંક પણ છે. જેના વિશે જાણીને તમે દંગ રહી જશો.

આ વાત અમે એટલા માટે કહી રહ્યા છીયે કારણ કે આ વિકસિત દેશમાં આ બેન્ક પાસે થોડા કરોડ રૂપિયા જ છે. કુલ સંપત્તિનું જોવામાં આવે તો માત્ર ૩ મિલિયન અમેરિકન ડોલર, જો તમે આ કરન્સીને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરશો તો તે લગભગ ૨૫ કરોડ ડોલર આસપાસ થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કેઆટલી નાની સંપત્તિના કારણએ આ દેશની સત્તાવાર સૌથી નાની બેન્ક છે.અહીં જે બેન્કની વાત થઈ રહી છે તેનું નામ Kentland Federal Savings and Loan છે.

આ કારણે ટકી રહી છે 100 વર્ષ જૂની બેન્ક

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ બેન્કની સ્થાપના વર્ષ ૧૯૨૦માં થઈ હતી. આ બેન્કને વર્તમાન સમયના સીઈઓના પરદાદાએ ઇન્ડિયાનાના કેન્ટલેન્ડમાં બનાવી હતી. તે સમયથી લઈને અત્યાર સુધી આ બેન્ક ત્રણ પ્રકારની સુવિધા આપે છે. જેમાં સેવિંગ એકાઉન્ટ ખોલવું, હોમ લોન આપવી અને સ્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ખોલવું… જેવી સર્વિસ સામેલ છે. આ બેન્કના સીઈઓ સૈમસન જણાવે છે કે, અહીંના કસ્ટમર પોતાના સંપૂર્ણપણે સુરક્ષિત માને છે. એવું એટલા માટે કારણ કે આ ૧૯૨૦માં બેન્ક સ્ટોક એક્સચેન્જના પતન દરમિયાન પણ બંધ નહોતી થઈ જેના કારણે બેંકના ગ્રાહકોનો વિશ્વાસ વધુ વધ્યો છે.

પોતાના ઈન્ટરવ્યુમાં સીઈઓએ આગળ કહ્યું કે તેમને લાગે છે કે આ બેંક તેમની સાથે જ બંધ થઈ જશે કારણ કે સમયની સાથે ઘણી વસ્તુઓ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજે પણ આ બેંકને માત્ર બે જ લોકો એકસાથે ચલાવે છે. આટલી જૂની બેંક હજુ માત્ર બે જ લોકો ચલાવી રહ્યા છે. આ બેંકમાં હજુ પણ કેટલાક લોકોના બચત ખાતા છે અને કેટલાકની લોન ચાલી રહી છે. આ સિવાય બેંક પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત નથી.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly