પતિને છોડીને 15 વર્ષના સાવકા પુત્ર સાથે લગ્ન કરનાર રશિયન સોશિયલ મીડિયા સ્ટાર મરિના બાલમાશેવાએ હવે એક બાળકીને જન્મ આપ્યો છે. મરિનાએ પોતાની બાળકીની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. મરિના કે જેની ઉંમર 35 વર્ષ છે તે તેના ભૂતપૂર્વ પતિ એરે અને તેમના 20 વર્ષના પુત્ર વ્લાદિમીર ‘વોવા’ શ્વિરિન સાથે 10 વર્ષથી વધુ સમય સુધી રહેતી હતી. લગ્નના 10 વર્ષ પછી મરિનાએ એરે સાથે છૂટાછેડા લીધા પછી વ્લાદિમીર સાથે લગ્ન કર્યા.
બાળકી સાથે તસવીરમાં મરિના અને વ્લાદિમીર ખૂબ જ ખુશ દેખાઈ રહ્યાં છે. વ્લાદિમીર સાથે લગ્ન પહેલાં, મરિનાએ એક પુત્રીને પણ જન્મ આપ્યો હતો. મરિનાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. મરિના વ્લાદિમીરને માત્ર 7 વર્ષની ઉંમરથી ઓળખે છે. છૂટાછેડા પછી, એરે હવે દત્તક લીધેલા 5 બાળકોની સંભાળ રાખે છે. મરિનાના છૂટાછેડા પછી, એરે આક્ષેપ કર્યો હતો કે ઇન્સ્ટાગ્રામ સ્ટારે તેના પુત્રને ફસાવ્યો હતો જ્યારે તે યુનિવર્સિટીની રજાઓ માટે ઘરે હતો.
મરિના આવી લાઈમલાઈટમાં
એરેએ ખુલાસો કર્યો કે દાદા બન્યા પછી પણ તે તેની પત્ની કે પુત્ર સાથે વાત કરતો નથી. તમને જણાવી દઈએ કે મરિના અને વ્લાદિમીરના લગ્નની મિસમેચ આજે પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. મરિનાએ કહ્યું હતું કે છૂટાછેડા પછી, તેણીને તેના 20 વર્ષના સાવકા પુત્ર વ્લાદિમીર સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. બંને 2020 ની શરૂઆતમાં લગ્ન કરવા જઈ રહ્યા હતા પરંતુ કોરોના વાયરસ રોગચાળાને કારણે તેમનો પ્લાન સ્થગિત કરવામાં આવ્યો હતો.
ગુજરાતીઓ પર ફરીથી માવઠું ત્રાટકશે, આજથી 2 દિવસ અનરાધાર વરસાદ ખાબકશે, આટલા જિલ્લામાં કરા પણ પડશે
IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ 5મી વખત IPL ચેમ્પિયન બનશે! એવો સંજોગ બન્યો કે કોઈ હરાવી જ નહીં શકે
મરિનાએ કહ્યું કે આ બંનેનો હવે એરે સાથે કોઈ સંબંધ નથી. બંનેએ લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. મરિના તેની વજન ઘટાડવાની જર્ની શેર કરતી એક ડોક્યુમેન્ટરીમાં દર્શાવ્યા બાદ ચર્ચામાં આવી હતી. બંનેની સોશિયલ મીડિયા પોસ્ટ ખૂબ શેર કરવામાં આવી રહી છે જેમાં તેઓ દસ્તાવેજો પર સહી કરીને લગ્નની ખુશી મનાવતા જોવા મળે છે.