જ્યારે પણ આપણે રાત્રે સૂવા જઈએ છીએ ત્યારે આપણે કંઈક એવું સપનું જોતા હોઈએ છીએ જેના પર વિશ્વાસ કરવો સરળ નથી, પરંતુ એક મહિલા સાથે એક એવી ભયાનક ઘટના બની છે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. સાપને જોઈને લોકો દૂર ભાગવાની કોશિશ કરે છે પરંતુ સૂતા હતા ત્યારે 4 ફૂટ લાંબો સાપ મહિલાના મોંમાં ઘૂસી ગયો હતો. એક રશિયન મહિલાના મોંમાંથી સર્જિકલ રીતે કાઢી નાખવામાં આવેલા 4 ફૂટના સાપના ભયાનક ક્ષણના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મહિલા જ્યારે પલંગ પર સૂવા ગઈ ત્યારે 4 ફૂટ લાંબો સાપ તેના મોંમાં ઘુસી ગયો અને તેના ગળામાંથી નીચે ઉતરી ગયો.
Medics pull 4ft snake from woman’s mouth after it slithered down there while she slept. pic.twitter.com/oHaJShZT3R
— Fascinating Footage (@FascinateFlix) November 12, 2022
વીડિયો ત્યારે શરૂ થાય છે જ્યારે એક મહિલા ઓપરેશન થિયેટરમાં પડેલી હોય છે અને ડોક્ટર્સ ઓપરેશન દ્વારા સાપને કાઢવાનો પ્રયાસ કરે છે. મહિલા ડૉક્ટરે દર્દીના મોંમાં સર્જીકલ સાધન નાખીને 4 ફૂટ લાંબા સાપને બહાર કાઢ્યો હતો. તેને બહાર કાઢતા જ સાપે ડોક્ટર પર હુમલો કર્યો. જો કે, ડૉક્ટર સાપની પહોંચથી દૂર હતા, જેના કારણે તેને ખાસ ફરક પડ્યો ન હતો. મહિલાના મોંમાંથી સાપ કાઢી રહેલા ડોક્ટરોનો એક જૂનો વીડિયો ટ્વિટર પર વાયરલ થયો છે. 11 સેકન્ડના આ ફૂટેજમાં બતાવવામાં આવ્યું છે કે ડોક્ટરો મહિલાના મોંમાંથી બેભાન અવસ્થામાં સાપને બહાર કાઢે છે.
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘ડોક્ટરે મહિલાના મોંમાંથી 4 ફૂટનો સાપ બહાર કાઢ્યો. મહિલા સૂતી હતી ત્યારે સાપ અંદર ઘુસ્યો હતો. 12 નવેમ્બરે શેર કરવામાં આવેલ આ વીડિયોને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર 16 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વિડિયોને 36.9k થી વધુ લાઈક્સ પણ મળી છે અને કમેન્ટ સેક્શનમાં લોકો વિડિયો જોઈને ડરી ગયા છે. એક યુઝરે લખ્યું, ‘એટલે જ હું સૂતી વખતે ધાબળો ઓઢીને સૂઉં છું.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ પાગલ છે, મને આશ્ચર્ય થાય છે કે આટલી ગાઢ નિંદ્રામાં કોઈ કેવી રીતે સૂઈ શકે અને કોઈના મોંમાં સાપ ઘૂસી જાય.’