હાલ લગ્નના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અમુક લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે તો ઘણા લોકો આ વીડિયો જોય પછી ગુસ્સામા છે. આ વીડિયો વરરાજા અને દુલ્હનની એક હરકતને કારણે વાયરલ થયો છે. આમાં બંને મહેમાનોની સામે એકબીજા પ્રત્યે રોમેન્ટિક થઈ ગયા. આ વીડિયો એક યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે આ સંપૂર્ણ પ્રેમ છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લગ્નની તૈયારીઓ થઈ રહી છે અને પંડિતજી મંત્રોચ્ચાર કરી રહ્યા છે. યજ્ઞકુંડની સામે અગ્નિ પ્રજવલિત છે અને સામે વર-કન્યા બેઠા હોય તે પણ દેખાઈ રહ્યું છે. આ દરમિયાન મહિલાઓ દુલ્હનના ગળામાં કે સાડીના ઉપરના ભાગના અમુક ભાગ પર કંઈક કરતી જોવા મળે છે. આ જોઈને બાજુમાં બેઠેલો વ્યક્તિ હાથ તેમના તરફ કરે છે.
જ્યારે દુલ્હન વરને આવું કરતા જુએ છે ત્યારે તે ખુશ થઈ જાય છે. આ દરમિયાન બંને એટલા નજીક આવ્યા કે ટૂંક સમયમાં જ બંને રોમેન્ટિક થઈ ગયા. પછી કન્યાએ વરને ચુંબન કરવા માટે પોતાને આગળ કરી, પછી વરરાજાએ પણ આવું જ કર્યું. બંનેને કિસ કરતા જોઈ ત્યાં હાજર લોકો પણ હસવા લાગ્યા. આ દરમિયાન વર-કન્યાના ચહેરા પર સ્મિત હતું. આ ખૂબ જ સામાન્ય બાબત હતી, પરંતુ તેનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેના પર પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો પણ જોરદાર વાયરલ થઈ રહ્યો છે.