આ ચોરને છે મહિલાઓની આ ખાસ વસ્તુની ચોરી કરવાનો ગાંડો શોખ, જોઈંને પોલીસનુ પણ માથુ ફરી ગયુ!

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો જે સાંભળીને લોકો દંગ રહી ગયા હતા. આ કિસ્સો એટલે અજીબ હતો કે તે ચોરની ચોરી કરવાની રીત અને ચીજો નવાઈ પમાડનારી હતી. આ ચોર જાપાનનો છે અને તેનુ નામ યોશિડો છે. હવે પોલીસે હવે યોશિડોની ધરપકડ કરી લીધી છે. પુછપરછ દરમિયાન થયેલા ખુલાસાઓ વિશે પોલીસે જણાવ્યું હતું કે, ‘યોશિદો ઘણીવાર એવી મહિલાઓને અનુસરતા હતા જેઓ સાઇકલ ચલાવી રહી હતી અથવા મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી સાઇકલ અથવા બાઇક શોધે અને તે તેમાં પડેલી વસ્તુઓ પર નજર રાખતો હતો.

આ ચોર છેલ્લા એક દાયકાથી વધુ સમયથી મહિલાઓ પાસેથી આ વસ્તુની ચોરી કરી રહ્યો છે. જાપાનનો આ ચોર મહિલાઓની આ ખાસ વસ્તુની ચોરી કરી છે અને તે પણ ઢગલા બંધ. જાણકરી મુજબ આ ચોર મહિલાઓના રેઈનકોર્ટની ચોરી કરવાનો ગાંડો શોખીન છે. તે જ્યા પણ મહિલાઓનો રેઈનકોર્ટ જોવે તો તરત જ તેની ચોરી કરે છે.

આવી ઘણી ફરિયાદો મળવા લાગી હતી અને પોલીસ લાંબા સમયથી આ ચોરને શોધી રહી હતી. આ બાદ આ વર્ષે પોલીસે આ ચોરને પકડી લીધો. માહિતી મુજબ  તે છેલ્લા 13 વર્ષથી આ રીતે ચોરી કરી રહ્યો છે.


Share this Article