World News: શું કોઈ માતા પોતાના બાળકને મારી શકે છે? કદાચ આ પ્રશ્નના જવાબમાં મોટાભાગના લોકો ‘ના’ કહેશે. કારણ કે એવું માનવામાં આવે છે કે માતા તેના અંતિમ શ્વાસ સુધી તેના બાળકની સંભાળ રાખે છે અને તેનું રક્ષણ કરે છે, તો પછી તે કેવી રીતે તેના પોતાના હૃદયના ટુકડાને પોતાના હાથથી મારી શકે છે, તે પણ આટલી નિર્દયતાથી. પરંતુ જ્યારે અમે તમને કહીએ છીએ કે માતાનું જલ્લાદનું સ્વરૂપ દુનિયાના એક ભાગમાં જોવા મળ્યું છે, તો કદાચ તમને પણ શોક લાગશે.
ઇજિપ્તમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક કલયુગી માતાએ પોતાના જ પુત્રનું માથું કાપી નાખ્યું. આ માતાએ તેના 5 વર્ષના પુત્રનું માથું કાપી નાખ્યું, તેને ઉકાળીને ખાધું જેથી તેનો સ્વાદ ચાખી શકે. આ 29 વર્ષની જલ્લાદની માતાનું નામ હાના મોહમ્મદ હસન છે. હાનાએ પહેલા તેના પુત્રનું માથું છરી વડે કાપી નાખ્યું. પછી માથાને પાણીમાં ઉકાળીને સ્વાદિષ્ટ રીતે ખાધું, જાણે તે કોઈ ખાદ્ય વસ્તુ હોય એમ ખાઈ ગઈ.
ઉકાળીને માથું ખાધું!
મળતી માહિતી મુજબ, હાનાએ પહેલા તેના પુત્રની હત્યા કરી હતી. આ પછી તેણે શરીરના કેટલાક ભાગોને પાણીમાં ઉકાળવા માટે નાખ્યા. જ્યારે માંસ સારી રીતે ઉકળી ગયું પછી માતાએ તેને ખોરાક તરીકે બનાવ્યું અને ખૂબ જ સ્વાદથી ખાધું. હવે તમે વિચારતા હશો કે મહિલાએ આ ભયાનક ઘટનાને શા માટે અંજામ આપ્યો? વાસ્તવમાં, આ ઘટના પાછળનું કારણ એટલું વિચિત્ર છે કે તેને સાંભળીને તમારી આંતરડી કકળી ઉઠશે.
2000 રૂપિયાની નોટો પર RBIનું મોટું નિવેદન, કહ્યું- માત્ર 2 દિવસ બાકી છે, આ વખતે લિમિટ નહીં વધારીએ!!
‘હિંદુ લગ્નમાં 7 ફેરા લેવા જરૂરી છે, તેના વિના લગ્ન માન્ય નથી’, હાઈકોર્ટનો નિર્ણય ખાસ જાણી લેજો
માતાએ આવું કેમ કર્યું?
હાના અને તેનો પતિ યુસુફ બંને અલગ થઈ ગયા હતા. જો કે પુત્રની કસ્ટડી બાબતે બંને વચ્ચે અવારનવાર તકરાર થતી હતી. યુસુફ તેના પુત્રની કસ્ટડી માંગતો હતો. જ્યારે હાના તેના પુત્રને તેને સોંપવા માંગતી ન હતી. આ મુદ્દે બંને વચ્ચે ઘણી વખત તકરાર થતી હતી. પોતાના પુત્રને તેના પતિને ન આપવા માટે, મહિલાએ તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું. જ્યારે મહિલાને પૂછવામાં આવ્યું કે તેણે આવું કેમ કર્યું તો તેણે કહ્યું, ‘હું ઈચ્છું છું કે મારો દીકરો હંમેશા મારી સાથે રહે.’ આ કેસની સુનાવણી તાજેતરમાં કોર્ટમાં થઈ હતી. જજે પોતાના પુત્રની હત્યા કરનાર હાનાને ‘પાગલ’ જાહેર કરી છે. કોર્ટે 30 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો જાહેર કર્યો અને કહ્યું કે મહિલાને મનોચિકિત્સક યુનિટમાં રાખવામાં આવશે. કારણ કે તે ‘પાગલ’ છે.