ભારતીય ટીમને મોટો ફટકો: રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને અચાનક ટીમમાં મળી એન્ટ્રી, શું ગુજરાત ચૂંટણી તો જવાબદાર નથી ને….

ન્યુઝીલેન્ડ પ્રવાસ બાદ ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જશે. જ્યાં ટીમ ઈન્ડિયાએ 3 વનડે અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. હવે આ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી. હવે તેની જગ્યાએ સ્ટાર ખેલાડીને તક મળી છે. આ ખેલાડી કિલર બોલિંગ અને ડેશિંગ બેટિંગમાં માહેર છે.

ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. ઈજાના કારણે જાડેજા ટી20 વર્લ્ડ કપ 2022માં પણ ભાગ લઈ શક્યો નહોતો. હવે તેમના સ્થાને શાહબાઝ અહેમદને તક આપવામાં આવી છે. શાહબાઝ અહેમદ ખૂબ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. તે બોલ અને બેટ સાથે શ્રેષ્ઠ રમત બતાવવામાં માહેર છે.

જો કે ઘણા લોકોના મુખે એવી પણ ચર્ચા કરવામાં આવી રહી છે કે ગુજરાતમાં ચૂંટણી હોવાના કારણે એને બહાર રખાયો છે, કારણ કે એમની પત્ની રીવાબા પણ આ વખતે ચૂંટણી મેદાને છે તો પ્રચાર અર્થે કામ લાગે. જો કે આ વાત માત્ર લોકમુખે ચર્ચાઈ રહી છે, કોઈ તથ્ય બહાર આવ્યું નથી. શાહબાઝ અહેમદે સાઉથ આફ્રિકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ વનડે શ્રેણીનો પણ ભાગ છે.

તે ચાલી રહેલી વિજય હજારે ટ્રોફીમાં શાનદાર ફોર્મમાં છે, તેણે છ મેચમાં 51.2 ઓવરમાં 4.87ની ઇકોનોમી સાથે 11 વિકેટ લીધી હતી. તેણે બેટ વડે લોઅર ઓર્ડરમાં બે અડધી સદી પણ ફટકારી છે. શાહબાઝ અહેમદે IPL 2022માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેનું પરિણામ તેને હવે મળ્યું છે. તેણે IPL 2022માં RCB માટે 16 મેચ રમી હતી, જેમાં તેણે ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે આ 16 મેચમાં 219 રન બનાવ્યા. અહેમદે આ રન 27.38ની એવરેજથી બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 120.99 હતો.

બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ટીમઃ

રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (ડબલ્યુકે), ઈશાન કિશન (ડબ્લ્યુકે), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, દીપક ચહર, કુલદીપ સેન.

Translate »