અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટએ ત્રણ રીઢા ગુનેગારોને પાસાની કાર્યવાહી કરી જેલના સળીયા પાછળ ધકેલીયા

મૌલિક દોશી, અમરેલી: અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ એ અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ , હેર – ફેર , ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદેસર પ્રવૃતિ કરતાં દારૂના ધંધાર્થી તથા જીવલેણ અગ્નિશસ્ત્ર ગેરકાયદેસર રીતે ગુનો કરવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખવાના તથા પ્રોહિબીશનના ગુન્હાઓ કરવાની ટેવ વાળા માથાભારે ભયજનક ગુનેગારો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય.

તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને , તે માટે પાસા – તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક પ્રવૃત્તિઓ કરતા દારૂના ધંધાર્થી તથા ભયજનક ગુનેગારો વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી , પાસા દરખાસ્તો તૈયાર કરી, પોલીસ અધિક્ષક અમરેલી મારફતે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ ને મોકલી આપેલ.

બુટલેગર ઇસમોની સમાજ – વિરોધી પ્રવૃત્તિ તથા શરીર સબંધી ગુનાઓ આચરતા ભયજનક ઇસમોની સમાજ વિરોધી અસામાજિક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં , અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા સાહેબ એ એક સાથે ત્રણ ઇસમોના પાસા વોરંટ ઇસ્યુ કરતાં , અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા નીચે જણાવેલ નામ વાળા ત્રણેય ઇસમોને પાસા વોરંટની બજવણી કરી , તેઓના નામ સામે જણાવેલ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે

દારૂના ધંધાર્થીનું નામ અને તેને મોકલેલ તે જેલની વિગત:
( ૧ ) નિકુંજ ઉર્ફે ભલો હંસરાજભાઇ ઝાપડીયા , ઉં.વ .૨૬ , રહે.ટોડા , તા.લાઠી , જિ.અમરેલી : મધ્યસ્થ જેલ , અમદાવાદ
( ર ) વિજય ઉર્ફે લાલો કાથડભાઇ બંધીયા , ઉ.વ .૩૫ , રહે.ટોડા , તા.લાઠી , જિ અમરેલી : – લાજપોર મધ્યસ્થ જેલ ,
ભયજનક ઇસમનું નામ અને તેને મોકલેલ તે જેલની વિગતઃ
( ૧ ) દાઉદ કાળુભાઇ મોરી , ઉં.વ .૨૨ , રહે.સાવરકુંડલા , મારૂતિનગર , તા.સાવરકુંડલા , જિલ્લા જેલ , મહેસાણા જિ.અમરેલી .

Translate »