રિપોર્ટર:મૌલિક દોશી, અમરેલી: અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ૬૬ કેવી સબસ્ટેશન પાછળ આવેલી સરકારી પડતર જમીન ફાળવવા માટેની માગણી અરજદાર દ્વારા કરવામાં આવતી હતી જેને માન્ય રાખી કુલ 22 પ્લોટ ની જગ્યા ફાળવવા માટે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે લાઠી ચીફ ઓફિસર તરફથી રજુ થયેલ અહેવાલની વિગતે માગણીદારોને કોઈ સહાય આપવામાં આવી ન હતી હાલના અરજદારોના જાતિ અંગેના પ્રમાણપત્રો રજુ કરેલ હતા આ કામના લાભાર્થીઓ સ્થાનિક કક્ષાએ કાયમી સ્થિર થવા માંગે છે અને તેમને કે તેમના કુટુંબના અન્ય સભ્યને ક્યારેય સરકારી મકાન કે સહાય તેમજ રહેણાંક માટે જમીન પ્લોટ મળેલ નથી.
તેમની વાર્ષિક આવક ૪૭,૦૦૦ કે તેથી ઓછી છે અન્ય કોઈ રહેણાંકના મકાન તેમણે નથી તેવું સોગંદનામું રજૂ કર્યું હતું. તા.8/9/2020 ના રોજ લાભાર્થીઓને પ્રાંત કચેરી ખાતે બોલાવી તેમની હાજરીમાં ચિઠ્ઠી ઉપાડી પ્લોટની ફાળવણી કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર કાર્યવાહી નું વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું જે મુજબ લાભાર્થી ઉઠાવેલ ચિઠ્ઠી મુજબ લાભાર્થીઓના નામ સાથે તેમણે ઉપાડેલ ચિઠ્ઠી મુજબના પ્લોટ નંબર દર્શાવી તે મુજબ ની યાદી રજૂ કરી છે.
અમરેલી જિલ્લાના લાઠી ગામ ના પડતર જમીનમાંથી કુલ-18 પ્લોટ આ સાથેના પરિશિષ્ઠ મુજબની પાત્રતા યાદી ધારા વિચારતી અને વિમુક્ત જાતિના લોકોને તેઓના નામ સાથે દર્શાવેલ પ્લોટ નંબરની જમીન સ્થાયી વસવાટ હેતુ માટે રહેણાંક હેતુ માટે વેચાણક્રમ-8અને9 ની જોગવાઈઓ મુજબ જમીન ફાળવવા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે