કોઈના બાપથી અમે ડરતા નથી, ધાકધમકી દેનારાના ડબ્બા ગુલ કરવાનું અને માહોલ બગાડનારને ચૂંટણી પછી જોઈ લેવાના… આ શબ્દો છે અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ભાજપ ઉમેદવાર હીરા સોલંકીના. હાલમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ અવાર નવાર કોઈને કોઈ મોટા સમાચાર સામે આવતા રહે છે. ક્યાંક પક્ષ પલટો તો ક્યાંક નેતાઓના બેફામ નિવેદનો. એ જ રીતે હવે અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ભાજપ ઉમેદવાર હીરા સોલંકીનો એક વીડિયો સામે આવ્યો છે.
https://www.facebook.com/watch/?v=809848293605602&t=0
અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ભાજપ ઉમેદવાર હીરા સોલંકી કહી રહ્યા છે કે અમે કોઈના બાપથી ડરતા નથી. આ સાથે વિવાદિત નિવેદન વાયરલ કરવા કાર્યકર્તાઓને અપીલ પણ કરી હોવાનું સામે આવ્યું છે. જો કે આ પહેલીવાર નથી કે કોઈ નેતાએ આવું નિવેદન આપ્યું હોય. આ પહેલાં હાલમાં જ કોંગ્રેસ નેતાની પણ ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રજીત પરમારે એક વિવાદીત નિવેદન આપ્યુ છે જેના કારણે ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. પ્રચાર સભા દરમિયાન ઇન્દ્રજીત પરમારએ કહ્યું હતું કે ઘણા લોકો એવી ચર્ચા ચાલી રહી છે કે પરતું તમે મારી માટે અલ્લાહ સમાન છો અને મારા મા-બાપ છો. વધુમાં મુસ્લિમ સમાજએ મને પેટીઑ ભરીને મત આપ્યા હોવાથી હું લીધે ધારાસભ્ય બન્યો છું.