મૌલિક દોશી (અમરેલી )
અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે મહામૃત્યુંજય મંત્ર જાપ અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી શહેર ભાજપ દ્વારા અમરેલીના અતિ પૌરાણિક અને ઐતિહાસિક નાગદેવતાના મંદિર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આ મહામૃત્યુંજય મંત્ર યજ્ઞનું ભાજપ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. મહામૃત્યુંજય મંત્ર જાપ અને હવન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ તેમજ સારા સ્વાસ્થ્ય તેમજ સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનોએ હાજરી આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે યોજાયેલ મહામૃત્યુંજય મંત્ર જાપ અને હવનના કાર્યક્ર્મ નિમિતે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, શહેર ભાજપ પ્રમુખ ભાવેશ સોઢા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુ ભુતેયા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલ દુધાત, ન્યાય સમિતિ ચેરમેન મુકેશ બગડા, જિલ્લા યુવા ભાજપ પ્રભારી દિવ્યેશ વેકરિયા, શહેર મહામંત્રી રાજુ માંગરોળીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ દિલીપ સાવલિયા તેમજ યુવા ભાજપ મહામંત્રી જગદીશ નાકરાણી સહિતના ભાજપના આગેવાનોએ હાજરી આપી હતી.