… બાકી જેલ ભેગા કરી દઈશ, અમરેલીના MLAને ખબર પડી કે અધિકારીઓએ રોડમાં ભ્રષ્ટાચાર કર્યો કે તરત જ ઘધલાવી નાખ્યા

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

સાવરકુંડલા નજીક પીપાવાવ અંબાજી નેશનલ હાઈવે પર હાલ કામકાજ ચાલી રહ્યુ છે. આ વચ્ચે બાયપાસ રોડમાં લોટ પાણી અને લાકડા જેવો ભ્રષ્ટાચાર થયો હોવાનો મામલો સામે આવતા ભાજપ નેતા એકશનમા આવી ગયા હતા. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ આ મામલે માહિતી મળતા ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા તરત ઘટના સ્થળે પહોંચ્યા અને કામ સંભાળી રહેલા એન્જિનિયર ફોન કર્યો.

મહેશ કસવાલાએ એન્જિનિયરને ફોન પર જ સ્પષ્ટ કહી દીધુ કે એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરનો કોઈ ભ્રષ્ટાચાર જતો કરવામા આવશે નહી. જો હલ્કી ગુણવત્તાવાળી કામગીરી જણાશે તો આ ભ્રષ્ટાચારના દોષમાં કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર બન્નેને જેલ ભેગા કરી દેવાનુ પણ જણાવ્યુ.

વીડિયોમા જોઈ શકાય છે કે સિમેન્ટના બાંધકામમાં રોડની સાઈડની દિવાલ અને નાળાઓના બનાવેલી દીવાલનો હાથની આંગળીઓથી સિમેન્ટના પોપડે પોપડા ખરી પડી રહ્યા છે. આ બાદ ધારાસભ્યએ જિલ્લા સંકલનમાં આ અંગે અવાજ ઉઠાવ્યો અને વહેલી તકે આ દિવાલોને પાડી, નવી ગુણવત્તા સભર દિવાલો બનાવવા માંગ કરી.


Share this Article