અશોક મણવર અમરેલી
સિંહે દેખા દીધાના અવારનવાર સમાચાર સામે આવતા જ રહે છે. તો ક્યારેક સિંહે પશુનું મારણ કર્યાની ઘટના પણ પ્રકાશમાં આવતી જ રહે છે, ત્યારે હવે બગસરાના સાપર ગામે ગામના પુલ ઉપર સિંહના આંટાફેરાની ઘટના સામે આવતા જ ગ્રામલોકોમાં ભાઇનો માહોલ જોવા મળ્યો હતો. શિકારની શોધમાં નિકડેલા સિંહના આંટાફેરાનો વિડીયો પણ સામે આવ્યો હતો.
બગસરા પંથકમાં અવાર નવાર વન્ય પ્રાણીઓ આ વિસ્તારમાં શિકારની શોધમાં છેક ગામ સુધી આવે છે, ત્યારે બગસરા તાલુકાના સાપર ગામે ગામના પુલ ઉપર સિંહના આંટાફેરા કરતો વિડીયો સામે આવતા ગામલોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ગામના પુલ પરથી પસાર થતા કોઇ વાહન ચાલકે આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. શિયાળુ પાકની સીઝન ચાલુ છે તેવા સમયે જ સિંહે દેખા દેખા લોકોમાં વાડી ખેતરોમાં જવા આવવામાં ભય ફેલાયો છે.