મૌલિક દોશી (અમરેલી): ગુજરાતમાં રોડ અને રસ્તા મુદ્દે વારંવાર પ્રજા દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવે છે, ખરાબ રોડ રસ્તાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે, ત્યારે અમરેલી શહેરના બધાજ ખખડધજ અને ધૂળિયા રોડને સી.સી. અને બ્લોકથી ર૧ કરોડના ખર્ચે મઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સારહી યુથ કલબના પ્રમુખ અને ભાજપ અગ્રણી મુકેશ સંઘાણીની આગેવાની હેઠળ પાલિકા પ્રમુખ મનીષા સંજય રામાણી, ઉપપ્રમુખ રમા નરેશ મહેતા કારોબારી ચેરમેન સુરેશ શેખવા ટાઉન પ્લાનિંગ ચેરમેન પીન્ટુ કુરુન્દલે સહીત સમગ્ર ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી .શહેરમાં ચાર સ્થળોએ સી.સી. રોડનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું, આ તકે મુકેશ સંઘાણી, શહેર ભાજપ પ્રમુખ ભાવેશ સોઢા, પાલિકા પ્રમુખ મનીષા રામાણી, શિક્ષણ સમિતિ ચેરમેન તુષાર જોષી, ઉપપ્રમુખ રમા મહેતા, શહેર ભાજપ મહામંત્રી રાજુ માગરોળીયા, કારોબારી ચેરમેન સુરેશ સહિતના સદસ્યો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા