પ્રચંડ ગરમી વચ્ચે અમરેલીમાં મેઘરાજાની બેટીંગ, કેટલાક ગામોમાં મીની વાવાઝોડા સાથે જામ્યો ચોમાસા જેવો માહોલ

Lok Patrika
By Lok Patrika
Share this Article

રાજ્યભરના કેટલાક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ વાતાવરણમાં પલટો જાેવા મળવાનો છો. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન અને માવઠુ થાય તેવી શક્યતા વ્યકત્‌ કરી છે. જેથી માર્કેટયાર્ડે વેપારીઓ-ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપી છે. ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ; અમરેલીમાં મીની વાવાઝોડા વચ્ચે કેટલાક ગામોમાં મેઘરાજાની બેટીંગ કેતન બગડા/અમરેલીઃ ગુજરાતમાં ચારેબાજુ કાળઝાળ ગરમી પડી રહી છે.

જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્‌યા છે. આજે બપોર પછી એકાએક ભારે ગરમી વચ્ચે અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમા વાતાવરણમાં પલટો આવ્યો છે. સાવરકુંડલાના કેટલાક ગામોમાં મીની વાવાઝોડુ ફુંકાયું છે. ત્યારબાદ આદસંગ, થોરડી, ઘનશ્યામનગર જેવા ગામોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ખાંભા તાલુકાના ભાણીયા, નાનુડી, પીપળવા ગામમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે.

આ સિવાય રાજુલાના ધુડિયા આગરિયા, મોટા આગરીયા, નવા આગરિયા ગામમાં વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેરીના પાકને નુકસાનની સંભાવના સેવવામાં આવી છે. ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરના કેટલાક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ વાતાવરણમાં પલટો જાેવા મળવાનો છો.

ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન અને માવઠુ થાય તેવી શક્યતા વ્યકત્‌ કરી છે. જેથી માર્કેટયાર્ડે વેપારીઓ-ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્‌યા છે. રાજ્યમાં વૈશાખી વાયરા લોકોને દઝાડી રહ્યા છે, એટલું જ નહીં તેજ પવન સાથે લૂ વર્ષા અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે.

અમદાવાદમાં આજે ૪૪ ડિગ્રી તાપમાનનું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ અને કંડલામાં હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે દરિયાઇ વિસ્તારમાં ગરમીથી આંશિક રાહત લોકોને મળી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly