મૌલિક દોશી (અમરેલી ) કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય ચૂકવવા મામલે ઠેર ઠેર આવેદન પત્ર પાઠવવામા આવી રહ્યા છે, ત્યારે લીલીયામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4 લાખની સહાય ચૂકવવા મામલે આવેદન પત્ર પાઠવવામા આવ્યા હતા.
કોવીડ -19ની મહામારી હાલ ઝડપથી ફેલાઈ રહી છે, જેને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા પણ વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જો કે બીજી લહેરના સમયે હોસ્પિટલો, બેડ, દવાઓ, ઓક્સીજન, ઈન્જેકશન, અને વેન્ટીલેટરના અભાવે ખાનગી હોસ્પિટલો દ્વારા લાખોની ઉઘાડી લુટ ચલાવવામાં આવી હતી, જેમાં ૩ લાખ થી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. આ કપરા સમયમાં આ પરિવાર જનોને આર્થિક પાયમાલીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આજીવિકા બંધ થઈ હતી.
કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય મળી રહે તેવા હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવીડ-19 ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન સમગ્ર ગુજરાત રાજ્યમાં કરવામાં આવ્યું છે, જે અંતર્ગત તેમાંની ચાર માંગણીઓ પણ જાહેર કરવામાં આવેલી હતી, (૧) કોવીડ-૧૯ માં મૃતક પામેલ ને ૪ લાખ રૂપીયા આપવા (૨) કોવીડ ગ્રસ્ત તમામ દર્દીઓને મેડીકલ બીલ ચ્કવું, (૩) સરકારી તંત્રની નિષ્ફળતા ની ન્યાયિક તપાસ (૪)_ કોવીડ થી અવસાન પામેલ કર્મચારી ઓના સંતાનો-પરિવારજનો માંથી કાયમી નોકરી જેવી માંગણીઓ રજૂ કરવામાં આવી. આમ તમામ માંગણી સાથે લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે અનેક કાર્યકરોએ હાજરી આપી હતી.