અમરેલી (મૌલિક દોશી દ્ધારા): અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા હાલમાં કોરોનાના કેસોમાં વધારો થયેલ હોઈ, જે અંગે અમરેલી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી, માસ્ક ફરજીયાત પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ અમલ અંગે જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાકરવામાં આવેલ હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે સરકારશ્રીના જાહેરનામા મુજબ કાર્યવાહીચાલુ હો.
કોરોનાના કેસોમાં વધારો થયેલ હોઈ, લોકો હાલમાં બિન્દાસ્ત અને બેદરકાર થયેલ હોઈ, ત્યારે અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય ધ્યાને આવેલ માહિતી મુજબ સામાન્ય રીતે મોટા ભાગના લોકો માસ્ક પહેરે છે, પરંતુ અમૂક લોકો, માસ્ક નહીં પહેરતા હોવાની તથા વધુ માસ્ક ગળે લટકાળી રાખી, જ્યારે પોલીસ પસાર થાય.
ત્યારે મોઢા ઉપર માસ્ક ચઢાવતા હોવાની મળેલ માહિતીઆધારે લોકોમાં જાગૃતિ લાવવા કરવામાં આવેલ સૂચના આધારે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે ચૌધરી તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો દ્વારા અમરેલી શહેરમાઆવેલ જુદા જુદા પોઇન્ટ ઉપર લોકો તથા વાહન ચાલકોને એકત્રિત કરી, લોકોને જાગૃત રહેવા કહેવામાં આવેલ હતું.
અમરેલી શહેર સી. ટી પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.જે. ચૌધરી વધુમાં જણાવ્યું હતું કે લોકોની આવક એટલી ના હોય ત્યારે પોલીસનો હેતુ વધુ દંડ વસુલ કરવાનો નથી પણલોકોને માસ્ક પહેરાવવાનો જ છે,સમજાવી, લોકોને દંડ ભરવો ભારે પડશે, જેથી માસ્ક અવશ્ય પહેરવા તાકીદકરવામાં આવેલ હતી.