મૌલિક દોશી અમરેલી
દામનગરના પાડરશીંગા ગામે તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં ચૂંટાઈ આવેલ સરપંચ સદસ્યોની મુલાકાત માટે ધારાસભ્ય વિરજી ઠુંમર સહિતના અગ્રણીઓ આવ્યા હતા. ધારાસભ્ય વિરજી ઠુંમરે નવનિયુકય પદાધિકારીઓ ઉપર ગ્રામજનોએ મુકેલ વિશ્વાસ બદલ ગ્રામજનો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય વિરજી ઠુંમર પાડરશીંગા ગામે ચૂંટાયેલ યુવા ટીમ ઉપર મતદારોએ મુકેલ ભરોસામાં યુવા અગ્રણી ખરા ઉતરવાના વિશ્વાસ સાથે ગામમાં પ્રાથમિક જરૂરીયાતો જનસુખાકારી અને સામાજિક સંવાદિતા સાથે કામકરતી ટીમથી ખૂબ પ્રભાવિત થયા હતા.
આ તકે ધારાસભ્ય વિરજી ઠુંમર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબા કાકડીયા, રામજી ઈસામલિયા સહિતના આગેવાનો એ નવનિયુક્ત પાડરશીંગા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલ સરપંચ રણજીત ખુમાણ, વાલજી ખેની, રામજી પોલરા, સહિતના આગેવાનો અને ટીમને અભિનંદન પાઠવી ગ્રામ પંચાયત દ્વારા લોકસુખાકારીના કામો કરવાની શુભેચ્છા વ્યક્ત કરી હતી.