રાજ્યમા હવે એક પછી એક જગ્યાએ મેધમહેર જોવા મળી રહી છે. આજે ફરી અમરેલીમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કર્યિ છે. જિલ્લાના સાવરકુંડલા તાલુકા અને તેની આસપાસના ગામોમાં આજે વરસાદ ખાબકતા વાતાવતરણમા ઠંડક પ્રસરી હતી. સાવરકુંડલાના વીજપડી ગામમાં આજે અડધો ઇંચ વરસાદ પડતા ચારેતરફ પાણી પાણી થઈ ગયુ છે.
આ સિવાય હાડીડા, દાઢિયા જેવા ગામડાંઓમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. મળતી માહિતી મુજબ ધારી, કુંકાવાવ, બાબરા વિસ્તારમાં કાલે મેધરાજાનુ બેટિંગ જોવા મળ્યુ હતુ અને નદી-નાળાં છલકાતાં ધરતીપુત્રોને રાહતનો શ્વાસ લીધો હતો.
હવામાન વિભાગે આવનારા 5 દિવસમા રાજ્યમા વરસાદની આગાહી કરી છે.
રાજ્યમા અત્યાર સુધીમા અમરેલી, વલસાડ અને નવસારીમાં પણ વરસાદ વરસ્યો છે. આ સિવાય વિસાવદર, ગીરગઢડા અને વેરાવળ પંથકમાં પણ મેઘરાજાએ એન્ટ્રી થઈ ગઈ છે.