રિપોર્ટર: મૌલિક દોશી અમરેલી: દિવસ દરમિયાન વીજળીના મળતાં ખેડૂતો રોષ આસમાને પહોંચ્યો અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા અલગ-અલગ ગામડાના ખેડૂતો સાથે pgvcl કચેરીનો ઘેરાવ કરાયો હતો ધારાસભ્ય અને ખેડૂતો વીજ કચેરીએ ધરણા પર બેસી જતા વીજ કર્મીઓમાં દોડધામ મચી જવા પામી હતી ખેડૂતોએ પોતાના પડતર પ્રશ્નોને લઇને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ખેડૂતોને દિવસે વીજળીનો મળતી નોહોવાને કારણે રાત્રિના સમયે ખેતર માં જવું પડે છે.
રાતના સમયે વીજળી મળતી હોવાના કારણે જંગલી પ્રાણીઓનો ભય સતાવતો રહે છે તો બીજી તરફ કેટલાક ખેડૂતો ને બંધ મીટરમાંજ બિલ આવતું હોવાની રજૂઆત કરવામાં આવી છે ખેડૂતોએ પીજીવીસીએલની દિવાકર યોજના લાગુ કરવની પણ માગણી કરી છે ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા પીજીવીસીએલ ના ઉચ્ચ અધિકારીઓને પણ ટેલિફોનિક સંપર્ક કરી રજૂઆત કરી ખેડુતોની વ્યથા સંભળાવી હતી અને વધુમાં એમ પણ જણાવ્યું હતું કે જો આવતા સમયમાં કોઈ યોગ્ય નિવારણ નહીં આવે તો ખેડૂતો દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.