અક્ષય ગોંડલીયા (જામનગર)
જામનગર શહેરના સુભાષ શાકમાર્કેટના વિસ્તારમાં આવેલ લારી ગલ્લાઓ ધારકોની મનપાના આરોગ્ય કર્મચારી દ્વારા રેપી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. 156થી વધુ લારી ગલ્લાઓ ધારકોની મનપાના આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવેલ રેપી ટેસ્ટિંગ સાથે શહેરી વિસ્તારમાં મનપાની ટીમ દ્વારા પ્રતિદીન ૧પ૦૦ થી પણ વધુ કોરોના ટેસ્ટ કરાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
જામનગર શહેરમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યુ છે, ત્યારે જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટૂકડી દ્વારા કોરોનાના સેમ્પલો લેવા માટેની જુદા-જુદા વિસ્તારોમાં કવાયત હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાં કોરોનાના સેમ્પલ માટેની સ્પેશ્યલ ડ્રાઈવ રાખવામાં આવી, તેમજ ૧પ૬થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા. સુભાષ શાકમાર્કેટની અંદરના શાકભાજીના વિક્રેતાઓ ઉપરાંત શાક માર્કેટથી રણજીત રોડ ઉપર ઉભા રહેતાં શાકભાજીના લારીવાળાઓ વગેરેના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ તમામ સેમ્પલો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. સાથે જ મહાનગર પાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવવા માટેની પણ કવાયત હાથ ધરવામાં આવી.
જામનગરમાં શુક્રવારે ગુજરી બજાર તેમજ શાકભાજીની લારી વાળાના ૧૩૯ સેમ્પલો લેવામાં આવ્યા હતાં, આ તમામ સેમ્પલને લેબોરેટરીમાં મોકલાયા હતાં. જો કે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ પહેલા પણ શનિવારે ર૦૯થી વધુ સેમ્પલો લેવામાં આવ્યા હતા. જ્યારે રવિવારે ૧પ૪ થી વધુ ફેરીયાઓ અને લારીવાળાના સેમ્પલો લેવામાં આવ્યા, જે તમામ રિપોર્ટ હજુ આવ્યા નથી.