મૌલિક દોશી (અમરેલી) :પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીના એકાઉન્ટમાથી ભાજપને દાન થયાનો મેસેજ હાલમાં સામે આવી રહ્યો છે. પરેશ ધાનાણી તરફથી પાંચ રૂપિયાનું દાન ભાજપને મળ્યાનો મેસેજ ધાનાણીને મળ્યો હતો. રાત્રે 2 વાગે મળેલા મેસેજથી પરેશ ધાનાણી પણ ચોંકી ઉઠ્યા હતા. પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીના એકાઉન્ટમાથી ભાજપને દાન મળતા લોકો પણ ચોંકી ગયા છે.
પરેશભાઈને રૂપિયા 5નું દાન ભાજપને મળ્યાનો મેસેજ આવ્યો છે. રૂ. 5 કેવી રીતે પોતાના એકાઉન્ટમાથી ભાજપના ખાતામાં ગયા તે અંગે ધાનાણી મૂંઝાયા છે. અગાઉ પણ પેજપ્રમુખ બનવા માટે પરેશ ધાનાણીને ભાજપ તરફથી ફોન ગયો હતો. જ્યારે આ વાત સામે આવી ત્યારે પોતાના એકાઉન્ટમાથી ભાજપના ખાતામાં પાંચ રૂપિયા કેવી રીતે ગયા તે અંગે ખુદ ધાનાણી પણ મુંઝાઇ ગયા.