મૌલિક દોશી (અમરેલી )
અમરેલીમાં પાલિકા દ્વારા આપવામાં આવતા ગંદા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં આવેલા ગુણાતીતનગરમાં ઘણા સમયથી હૈયાત પાણીની પાઈપ લાઈનમાં ગંદા પાણી ભળવાની સમસ્યાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.લોકોને પીવાનું તો દૂર હાથ ધોઈ શકે તેવું પણ પાણી ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો.
અમરેલીમાં ગેસ કંપનીના પાપે ગટરના ગંધાતા પાણી પીવાના પાણીમાં ભળી જતાં. ગ્રામલોકો દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી. અમરેલી નગરપાલિકા દ્વારા આ ફરિયાદના નિવારણ માટે પાણીની લાઈનો પર અલગ અલગ ખાડાઓ ખોદીને કામગીરી શરૂ કરવામાં આવી અને અંદાજે ર8 દિવસ બાદ આ ફોલ્ટ મળી આવ્યો. ગુજરાત ગેસ કંપની તરફથી ગેસ લાઇનની કામગીરી દરમ્યાન હોરીઝોન્ટલ બોર હોલ સિસ્ટમથી ગેસ લાઇન પસાર કરવામાં આવી હતી. અને આ કામગીરીમાં અમરેલી નગરપાલીકા હસ્તકની પાણીની પાઈપ લાઈન તથા બાજુમાં રહેલ ડ્રેનેજ લાઇન ડેમેજ થતાં આ જગ્યાએથી આ વિસ્તારમાં ગંદા પાણી ભળવાની સમસ્યા શરૂ થઈ.
શહેરમાં ગંદા પાણી ભળવાની ઘણી ફરિયાદ મળતી રહે છે. આ પ્રકારની ફરિયાદોના નિકાલ માટે પૂરતા મેનપાવર તથા રીપેરીંગ માટે મટીરીયલ્સના વપરાશ અમરેલી નગરપાલીકામાં આવે છે. ત્યારે આ અંગે રજૂઆત કરતાં આ સમસ્યાનો નિકાલ ન આવતા લોકોમાં રોશની લાગણી પ્રસરી હતી.