કલ્પેશ વાઢેર ( સુરેન્દ્રનગર )
થોડા સમય પહેલા જ લીંબડી ઝુંપડપટ્ટીમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી, આ લાશનો હવે ભેદ ઉકેલાયો છે, પહેલી પત્નિના વિમાક્લેઇમના રૂપિયા બાબતે ઝઘડો થતાં પ્રેમીએ જ પથ્થરના ઘા ઝીંકી મહિલાની હત્યા કરી દીધી હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાતા પોલીસે મહિલાના પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ હતી.
લીંબડી હાઇવે પર આવેલા ઝુંપડપટ્ટીમાંથી આ જ વિસ્તારમાં રહેતા મધુબેનરા મહિલાને તેના પ્રેમીએ દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતારી હોવાનો આક્ષેપ કરાતા પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાને માથાના ભાગે વાગવાથી મોત થયાની વિગતો બહાર આવી હતી. મ્રુતક મહિલા મધુ છેલ્લા થોડા વર્ષોથી તેના પ્રેમી રામજી ધના સોલંકી સાથે રહેતી હતી. આથી પોલીસે રામજી સોલંકીની આકરી પુછપરછ હાથ ધરી હતી. રામજીની પહેલી પત્નિ થાડા વર્ષ અગાઉ ગુજરી ગઇ હતી જેના વિમાક્લેઇમના રૂપિયા આવ્યા હતા જે રૂપિયા બાબતે મધુ અને રામજી વચ્ચે બોલાચાલી થતી હતી, આ બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કે્રાયેલા પ્રેમી રામજીએ પથ્થરના ઘા માર્યા હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. આથી પોલીસે રામજી સોલંકીની ધરપકડ કરી વધુ આગળની કાર્યવાહિ હાથ ધરી હતી.