મૌલિક દોશી (અમરેલી)
અમરેલીમાં હોસ્પિટલમાંથી નિકળતો બાયો મેડીકલ વેસ્ટ જાહેરમાં ફેંકાયેલો જોવા મળ્યો હોવાની ઘટના સામે આવી છે. અમરેલીના જાહેર રસ્તા પર કેરીયા રોડ બાઈ પાસ ચોકડીપાસે હોસ્પિટલમાંથી નિકળતો બાયો મેડીકલ વેસ્ટ જાહેરમાં ફેંકાયેલો જોવા મળ્યો હતો. આ વેસ્ટ કચરો જો પશુ ખાય તો તેને જાનલેવા નુકશાની પણ થઈ શકે છે. આ કચરામા રહેલીસોય સહિતની વસ્તુઓ પશુ માટે ખુબજ નુકશાન કારક હોવાથી પશુ પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી હતી.
હાલ કોરોના મહામારીના કપરા સમયમાં ત્રીજી લહેરના આગમન સમય દરમિયાન સરકાર દ્વારા કડક અમલવારીના આદેશો આપવામાં આવ્યા છે ત્યારે અમરેલીમાં જાહેરમાં રસ્તા પર ફેંકવામાં આવેલા આ કચરાથી રોગચાળો ફાટી નિકડવાની ભીતિ સેવાતા આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠવા પામી હતી.
જો કે સરકાર દ્વારા હોસ્પિટલમાંથી દર્દીને સારવાર આપ્યા બાદ ખાલી થતાં બાટલા, સીરીંઝ, પાટા, સહિતનો કચરો ચોક્કસ પ્રકારની બેગમાં ભેગી કરી અને તેનો નિકાલ કરવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હોય છે. અને સરકાર દ્વારા તેના નિયમો પણ બનાવવામાં આવેલા છે. ત્યારે આ નિયમોનો ઉલાળ્યો થતાં લોકોમાં રોષની લાગણી વ્યાપી હતી.