અમરેલીના સાંસદને આવ્યો વીડિયો કોલ અને કોલ ઉપાડતા જ સામે યુવતીએ કપડાં કાઢી અશ્લીલતા બતાવી….. તાત્કાલિક એવું એવું થવા લાગ્યું કે…

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

અમરેલીના સાંસદ ગતરોજ નારણભાઈને બીભત્સ વીડિયો ક્લિપ વાયરલ કરી દેવાની ધમકી મળી છે. આ બાદ તેઓ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. હવે આ અંગે છે. સાંસદના પીએ વિશાલ સરધારાએ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, ગતરોજ નારણભાઈ તેમની ઓફિસે બેઠા હતા અને તેમના મોબાઈલ પર એક વીડિયો કોલ આવ્યો. તેમણે જેવો વીડિયો કોલ રિસીવ કર્યો કે તરત જ વીડિયો કોલમાં અશ્લીલતા દેખાઈ.

આગળ વાત કરતા વિશાલે જણાવ્યુ કે સાંસદ કાછડીયાએ કોલ કાપી નાખ્યો હતો પણ આ પછી તરત જ તેમના ફોનમાં યુવતીએ મેસેજ કર્યો. યુવતીએ કહ્યુ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુ ટ્યુબ, ફેસબુકમાં તે વાયરલ કરી દેશે. આ ધમકી મળ્યા બાદ તેઓ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા. જો કે સાંસદે જ્યારે યુવતીને કહ્યુ કે ‘એસપી હોય કે ક્રાઈમ બ્રાન્ચ જેને પણ કહો હું ડરતી નથી.’ જે બાદ સાંસદ નારણ કાછડિયાએ અમરેલી એસપીને આ મામલે જાણ કરી હતી.


Share this Article