વાહ ભાઈ વાહ, આ વર્ષે કચ્છની કેસર કેરીનું વહેલું આગમન, ગોંડલ યાર્ડમાં 20 હજાર બોક્સ આવી ગયા, પણ ભાવ રાડ બોલાવી દેશે હોં

કેસર કેરીની અઢળક આવતા ગોંડલ માર્કેટ યાર્ડ કેસર કેરીથી ઉભરાયુ છે. આ વખતે ૨૦ હજાર બોક્સની આવક થઈ છે. બીજી તરફ, કચ્છની કેરીનું પણ વહેલુ આગમન થયું છે. છેલ્લાં ચાર પાંચ દિવસથી માર્કેટમાં કચ્છની કેસર કેરીનું આગમન થવા પામ્યું છે. આમ તો દર વર્ષે ઉના-તાલાલા પંથકમાંથી પહેલાં કેસર કેરીનું માર્કેટ યાર્ડમાં આગમન થતુ હોય છે. બાદમાં કચ્છની પ્રખ્યાત કેરીનું આગમ થતુ હોય છે.

જાે કે, આ વર્ષે ગયા વર્ષે વર્ષ કરતા કચ્છની કેરીનું આગમન થોડુ વહેલુ થયુ છે. આ સાથે ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉના, જૂનાગઢ, તાલાલા, કચ્છ પંથકમાંથી કેસર કેરીની રોજીંદી ૨૦ હજાર બોક્સ કેરીની આવક થવા પામી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીની આવક થતા હરાજી પણ થઈ હતી. જે બાદ ગોંડલ માર્કેટ યાર્ડમાં થયેલી હરાજીમાં કેસર કેરીના સાડા દસ કિલોના બોક્સના ભાવ રુપિયા ૮૦૦થી ૧૨૦૦ સુધી બોલાયા હતા.

જાે કે, દર વર્ષ કરતા આ વર્ષે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક ઓછી જાેવા મળી છે. તેમ છતાં સૌરાષ્ટ્રમાં કેસર કેરીનું પીઠુ ગણાતા તલાલા કરતા કેસર કેરીની આવક વધુ જાેવા મળી છે. સાથે જ કેસર કેરીના ઓછા ઉત્પાદન અને ઓછી આવક વચ્ચે ખેડૂતોને પણ કેસર કેરીનો પોષણક્ષમ ભાવ મળી રહ્યો છે. મેંદરડામાં ફન સિટી માર્કેટ ખાતે વેચાણ માટે કેસર કેરીનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે ૨૨૮૦ બોક્સની આવક થઈ હતી.

સારી ક્વોલિટીની કેસર કેરીના બોક્સ ૧૧૦૦ રુપિયા સુધીમાં વેચાયા હતા. દસ કિલો બોક્સનો ભાવ ૪૦૦થી ૧૧૦૦ રુપિયા સુધી રહ્યો હતો. જાે કે, ગયા વર્ષે વાવાઝોડાના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું હતુ. જેના કારણે ૩૦ ટકા જેટલી કેરીનું ઉત્પાન થયુ છે. જેથી ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં પણ વધારો થયો છે. કુદરતી રીતે પાકતી કેસર કેરી ૨૫ મે પછી જાેવા મળશે.
અથાણા બનાવવા માટે ગૃહિણીઓ માટે રાજાપુરી કેરી મનપસંદ હોય છે.

સૌરાષ્ટ્રની ગૃહિણીઓ રાજાપુરીમાંથી આખા વર્ષનું અથાણુ બનાવતી હોય છે. જાે કે, ગયા વર્ષે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે કેરીના પાકને મોટાપાયે નુકસાન થયુ છે. ગરાળ ગામમાં આવેલા કનુભાઈ ચાવડાની આંબાવાડીમાં ૫૦ વર્ષ જૂના રાજાપુરી આંબામાં દર વર્ષે એક કિલોગ્રામની એક કેરી થતી હોય છે. એક જ રાજાપુરી આંબામાંથી ૧૦૦ મણ કેરીનો ઉતારો આવતો હોય છે. પરંતુ આ વર્ષે રાજાપુરી આંબામાં એક પણ કેરી નથી

Translate »