મકર સંક્રાંતિ પર 1૦૦ વર્ષ બાદ ‘લાભ દૃષ્ટિ યોગ’: આ ૩ રાશિઓના નસીબના ખુલી જશે તાળા!

Lok Patrika
By Lok Patrika

Labh drshti Yog 2026: વર્ષ 2026 ની મકર સંક્રાંતિ જ્યોતિષની દૃષ્ટિએ અત્યંત ખાસ રહેવાની છે. 15 જાન્યુઆરીએ શુક્ર અને શનિના મિલનથી ‘લાભ દૃષ્ટિ યોગ’ સર્જાશે, જે પૂરા એક સદી (1૦૦ વર્ષ) બાદ બની રહ્યો છે. આ દુર્લભ યોગને કારણે કેટલીક રાશિના જાતકો પર ધન અને સુખ-સમૃદ્ધિનો વરસાદ થવાની શક્યતા છે.


વૃષભ
આર્થિક લાભ અને કરિયરમાં પ્રગતિ
વૃષભ રાશિના જાતકો માટે આ યોગ વરદાન સમાન સાબિત થશે. લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળશે અને ઓછા પરિશ્રમે વધુ આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતા છે. મિત્રો કે સંબંધીઓ સાથેના આર્થિક વિવાદો ઉકેલાશે. અપરિણીત લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે.

કર્ક
આવકના સ્ત્રોતમાં વધારો અને પ્રમોશન
શુક્ર-શનિનો આ સંયોગ કર્ક રાશિવાળાના જીવનની દશા બદલી શકે છે. નોકરીયાત વર્ગ માટે પગાર વધારો કે પ્રમોશનના સારા સમાચાર મળી શકે છે. વેપારમાં મોટો નફો થવાના યોગ છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને ક્રિએટિવ કામના કારણે કાર્યક્ષેત્રમાં અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. નવા સંપર્કો ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

મકર
સફળતાના દ્વાર ખુલશે અને સંપત્તિમાં થશે વધારો
મકર રાશિના જાતકો માટે આ યોગ અત્યંત ફળદાયી સાબિત થશે. નોકરી અને વ્યવસાયમાં ઉન્નતિના મજબૂત યોગ બની રહ્યા છે, જેનાથી આર્થિક તંગી ધીરે-ધીરે દૂર થશે. જો તમે ભૂતકાળમાં કોઈ રોકાણ કર્યું હશે, તો તેમાંથી મોટો નફો મળવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન વાહન અથવા મકાન જેવી મિલકત ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે.

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly