Shani Budh Yuti 2025: 2024નો વર્ષ હવે પોતાના અંતિમ પડાવ પર છે અને બધા નવા વર્ષની રાહ જોઈ રહ્યા છે. 01 જાન્યુઆરીથી નવું વર્ષ 2025 શરૂ થઈ જશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025માં ઘણા મુખ્ય ગ્રહોનું રાશિ પરિવર્તન અને યુતિનું નિર્માણ થશે. જ્યારે બે કે બેથી વધુ ગ્રહો કોઈ એક રાશિમાં ગોચર કરે છે ત્યારે તેને યુતિ કહેવામાં આવે છે. ગ્રહોની યુતિનો વિશેષ પ્રભાવ બધી 12 રાશિના જાતકો પર પડે છે. વૈદિક પંચાંગ અનુસાર વર્ષ 2025ની શરૂઆતમાં જ બે ગ્રહ જેમની આપસમાં મિત્રતા રહે છે તે આપસમાં યુતિ કરશે. આપને જણાવી દઈએ કે વર્ષ 2025ના શરૂઆતી મહિનામાં વાણીના કારક બુધ અને કર્મફળદાતા શનિનો આપસમાં શુભ સંયોગ કુંભ રાશિમાં બનશે.
વૈદિક જ્યોતિષની ગણતરી અનુસાર લગભગ 30 વર્ષો બાદ શનિ અને બુધની યુતિ કુંભ રાશિમાં બનવાની છે. 30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ-બુધની આ યુતિ કેટલીક રાશિવાળાઓ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. આ બંને ગ્રહોના સંયોગથી કેટલીક રાશિવાળાઓ માટે વર્ષ 2025માં અનેક પ્રકારના શુભ સમાચાર અને મોટી સફળતા મળી શકે છે. આવો જાણીએ વર્ષ 2025માં બુધ-શનિની યુતિથી કઈ રાશિઓને સૌથી વધુ લાભ મળી શકે છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે વર્ષ 2025ની શરૂઆતમાં બે મિત્ર ગ્રહોની યુતિ કેટલાક મોટા અને સારા લાભ લાવી શકે છે. મેષ રાશિના જાતકો માટે નવું વર્ષ 2025 ખૂબ જ અદ્ભુત રહેશે. આ વર્ષે તમને આવકના ઘણા નવા સ્ત્રોત મળશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા ઘણી સારી રહેશે. નોકરીયાત લોકોને નોકરીની સારી તકો અને કારકિર્દીમાં નવી સ્થિતિ મળી શકે છે. વર્ષ 2025 બુધ અને શનિની યુતિના કારણે સફળતાઓથી ભરેલું રહેશે. નાણાંનું રોકાણ વધશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે વર્ષના શરૂઆતના દિવસોમાં બુધ-શનિની યુતિથી સારો લાભ મળશે. કાર્યક્ષેત્રમાં સફળતા અને નવી યોજનાઓ ફળીભૂત થશે. નવા વર્ષ પર પ્રભાવશાળી લોકો સાથે સારા સંબંધો બનશે. ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે. તમારા માટે બુધ-શનિની યુતિથી કોર્ટ-કચેરીના મામલાઓમાં જીત મળશે. વર્ષ 2025માં ભાગ્યનો સારો સાથ મળવાથી તમારી ભાવી યોજનાઓ કારગર સાબિત થશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી રહેશે.
અંકલેશ્વર હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માત, 15 થી વધુ ઘાયલ, ટ્રકે ટક્કર મારતા મહિલાનું મોત
નાસ્ત્રેદમસે વર્ષ 2025 માટે કરી પાંચ ભવિષ્યવાણી, જાણો નવા વર્ષમાં શું થવાનું છે.
કુંભ રાશિ
કુંભ રાશિમાં શનિ-બુધની યુતિ થવાથી આ રાશિના જાતકો માટે નવું વર્ષ ખૂબ જ ભાગ્યશાળી અને ધનલાભ આપનારું સાબિત થશે. નોકરી કરતાં જાતકોને પ્રમોશન, વેતનવૃદ્ધિ અને નવી નોકરીના સારા અવસર મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો અને કાર્યસ્થળ પર તમારા કામોની પ્રશંસા થશે. જે લોકો અપરિણીત છે તેમના માટે લગ્ન માટે સારા પ્રસ્તાવ આવી શકે છે. શનિ-બુધની કુંભ રાશિમાં યુતિ જીવનમાં સુખ, સમૃદ્ધિ, ઉન્નતિ અને સફળતા લાવી રહી છે.