Bad luck signs for February 2026: આગામી 1 ફેબ્રુઆરી 2026ના રોજ માઘ પૂર્ણિમા છે. પવિત્ર સ્નાન અને દાનના આ દિવસે 4 રાશિના જાતકોએ સાવધ રહેવું પડશે, કારણ કે મન અને ધન બંને પર સંકટના વાદળો છવાયેલા છે.
માઘ પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેની પૂર્ણ કળાએ ખીલેલો હોય છે. જ્યોતિષમાં ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. આ દિવસે લાગણીઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને વૃષભ, કર્ક, સિંહ અને મીન રાશિના લોકોએ આર્થિક વ્યવહાર અને સ્વાસ્થ્ય બાબતે વિશેષ તકેદારી રાખવી પડશે.

વૃષભ
વૃષભ રાશિ માટે આ દિવસ કડવા અનુભવો લઈને આવી શકે છે. કોઈ અણધારી ઘટના તમને માનસિક આઘાત આપી શકે છે. પોતાની ગુપ્ત વાતો કોઈની સાથે શેર ન કરો, અન્યથા નુકસાન થઈ શકે છે. કરિયરમાં ભાગીદારી કરતા પહેલા સાવચેત રહેવું અને ભાવનાઓમાં વહીને કોઈ મોટો નિર્ણય ન લેવો.
કર્ક
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર હોવાથી તેમને સ્વભાવમાં ઉગ્રતા આવી શકે છે. આ દિવસે ક્રોધ કરવાથી બચવું અને કોઈની મજાક ઉડાવવી નહીં. રોકાણની બાબતમાં જોખમ લેવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આત્મવિશ્વાસ જાળવી રાખો અને બીજાની વાતોમાં આવ્યા વગર પોતાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરો.
સિંહ
સિંહ રાશિના જાતકો માટે દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધોમાં ખટરાગ પેદા થઈ શકે છે. જૂના કોર્ટ કેસની સમસ્યાઓ માનસિક તણાવ વધારી શકે છે. ખરાબ સંગતથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. નાની બાબતોને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવો, નહીંતર સામાજિક માન-સન્માનને ઠેસ પહોંચી શકે છે.
મીન
મીન રાશિના લોકોએ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવવું પડશે. કાર્યસ્થળ પર બોસ સાથેના સંબંધો બગડી શકે છે. ઓફિસની ગોસિપથી દૂર રહી માત્ર કામ પર ધ્યાન આપો. સંબંધોમાં નારાજગી ટાળવા માટે પાર્ટનરને સમય આપો. માનસિક શાંતિ માટે યોગ અને ધ્યાનનો સહારો લેવો હિતાવહ છે.