Mahashivratri 2026: આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર અમુક રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થવાનો છે. 15 ફેબ્રુઆરીએ ચંદ્ર શનિની રાશિ મકર ભ્રમણ કરશે, જેના કારણે ભગવાન શિવની કૃપાથી 3 રાશિના જાતકોને ધન અને સુખ-શાંતિની પ્રાપ્તિ થશે.
ચંદ્રનું ગોચર અને મહાશિવરાત્રીનો સંયોગ
જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. 15 ફેબ્રુઆરી, 2026ના રોજ મહાશિવરાત્રીના દિવસે મધ્યરાત્રિએ ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. ચંદ્ર માત્ર અઢી દિવસ એક રાશિમાં રહે છે, પરંતુ આ ટૂંકા ગાળામાં તે વ્યક્તિના આર્થિક અને પારિવારિક જીવન પર ઊંડી અસર પાડે છે. આ ગોચરથી મુખ્યત્વે ત્રણ રાશિઓને બમ્પર લાભ થવાના સંકેત છે.

આ 3 રાશિઓ માટે સમય છે સુવર્ણ
મેષ
ચંદ્રનું ગોચર તમારા કર્મ ભાવમાં થશે. નોકરી કરતા લોકોને મનપસંદ જગ્યાએ બદલી કે પ્રમોશન મળી શકે છે. અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમની એકાગ્રતા વધશે અને સારા પરિણામ મળશે.

તુલા
તમારા ચોથા ભાવમાં ચંદ્રનું ભ્રમણ સુખ-સુવિધાઓમાં વધારો કરશે. જો તમે લાંબા સમયથી નવું ઘર કે ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સપનું હવે પૂરું થઈ શકે છે. માતા-પિતા સાથેના સંબંધો સુધરશે અને માનસિક શાંતિનો અનુભવ થશે.

મકર
ચંદ્ર તમારી જ રાશિમાં એટલે કે લગ્ન ભાવમાં પ્રવેશ કરશે. આનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપારમાં રોકાણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે અને લગ્ન જીવનમાં પણ મધુરતા આવશે.

શિવકૃપાથી અટકેલા કામ થશે પૂર્ણ
મહાશિવરાત્રીના દિવસે ચંદ્રનું મકર રાશિમાં આવવું એ એક દુર્લભ સંયોગ છે. આ દરમિયાન ભગવાન શિવની આરાધના કરવાથી માનસિક તણાવ દૂર થાય છે અને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. વેપારીઓ માટે આ સમય મોટો નફો મેળવવાનો છે.