Mahashivraatri Parv: મહાશિવરાત્રીના પવિત્ર પર્વે ભગવાન ભોળાનાથની આરાધનાથી અશક્ય કામ પણ શક્ય બને છે. જો તમારા જીવનમાં મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી, તો આ વર્ષે ‘મહાનિશીથ કાળ’ માં શિવ તાંડવ સ્તોત્રના વિશેષ મંત્રોનો જાપ કરવાથી દરેક સમસ્યાનો અંત આવશે અને સુખ-સમૃદ્ધિના દ્વાર ખુલશે.
મહાનિશીથ કાળ: પૂજાનો શ્રેષ્ઠ સમય
શાસ્ત્રો અનુસાર, મહાશિવરાત્રી પર રાત્રિ પૂજાનું વિશેષ મહત્વ છે. આ વર્ષે 15 ફેબ્રુઆરીએ રાત્રે 11:47 થી 12:37 સુધી ‘મહાનિશીથ કાળ’ રહેશે. આ સમયે શિવ પૂજા અને મંત્રોનો જાપ કરવાથી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. કુંવારી કન્યાઓ મનપસંદ વર મેળવવા માટે અને શ્રદ્ધાળુઓ પારિવારિક કલ્યાણ માટે આ દિવસે ઉપવાસ અને રુદ્રાભિષેક કરે છે.

દરેક સમસ્યા માટે શિવ તાંડવના અચૂક મંત્રો
શિવ તાંડવ સ્તોત્રના અલગ-અલગ મંત્રો અલગ-અલગ ફળ આપે છે:

ધન પ્રાપ્તિ અને પ્રગતિ
જો તમે બિઝનેસમાં લાભ કે નોકરીમાં પ્રમોશન ઈચ્છતા હોવ, તો શિવ તાંડવના મંત્રોનો જાપ કરવાથી અઢળક ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. જેમના ઘરે પૈસા ટકતા નથી, તેમના માટે પણ આ મંત્રો રામબાણ છે.
મંત્ર: વીનમેઘમણ્ડલીનિરુદ્ધદુર્ધરસ્ફુર-ત્કુહૂનિશીથિનીતમઃ પ્રબન્ધબદ્ધકન્ધરઃ। નિલિમ્પનિર્ઝરીધરસ્તનોતુ કૃત્તિસિન્ધુરઃકલાનિધાનબન્ધુરઃ શ્રિયં જગદ્ધુરન્ધરઃ।।
સ્થિર લક્ષ્મી (પૈસા ટકાવી રાખવા)
પૈસા આવતા હોય પણ ટકતા ન હોય, તો આ મંત્રથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે
મંત્ર: સહસ્રલોચનપ્રભૃત્યશેષલેખશેખર- પ્રસૂનધૂલિધોરણીવિધૂસરાંઘ્રિપીઠભૂઃ। ભુજઙ્ગરાજમાલયા નિબદ્ધજાટજૂટકઃ શ્રિયૈ ચિરાય જાયતાં ચકોરબન્ધુશેખરઃ।।
પારિવારિક શાંતિ
પરિવારમાં ક્લેશ રહેતો હોય કે દાંપત્ય જીવનમાં સમસ્યા હોય, તો પ્રેમ વધારવા અને સંબંધો સુધારવા માટે શિવ મંત્રો આશીર્વાદરૂપ છે.
મંત્ર: કરાલભાલપટ્ટિકાધગદ્ધગદ્ધગજ્જ્વલ- દ્ધનંજયાહુતીકૃતપ્રચણ્ડપંચસાયકે। ધરાધરેન્દ્રનન્દિનીકુચાગ્રચિત્રપત્રક- પ્રકલ્પનૈકશિલ્પિનિ ત્રિલોચને રતિર્મમ।।
અટકેલા કામ અને પારિવારિક કલ્યાણ
બધા જ કાર્યોમાં સફળતા મેળવવા અને આખા પરિવારનું ભલું કરવા
મંત્ર: જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે ગલેડવલમ્બ્ય લમ્બિતાં ભુજઙ્ગતુંગમાલિકામ્। ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકાર ચણ્ડતાણ્ડવં તનોતુ નઃ શિવઃ શિવમ્।।
ભય અને નકારાત્મકતા
મનમાં અજાણ્યો ડર રહેતો હોય કે આસપાસ નેગેટિવિટી અનુભવાતી હોય, તો શિવ મંત્રોના પ્રભાવથી માનસિક સ્થિતિ મજબૂત બને છે અને આત્મવિશ્વાસ વધે છે.
મંત્ર: અખર્વસર્વમઙ્ગલા કલાકદમ્બમંજરી- રસપ્રવાહમાધુરી વિજૃમ્ભણામધુવ્રતમ્। સ્મરાન્તકં પુરન્તકં ભવાન્તકં મખન્તકં ગજન્તકાન્ધકાન્તકં તમન્તકાન્તકં ભજે।।
શત્રુ પર વિજય અને સફળતા
દરેક કાર્યમાં સફળતા મેળવવા અને શત્રુઓ પર વિજય મેળવવા માટે મહાશિવરાત્રીના દિવસે શિવ ભક્તિ અત્યંત ફળદાયી માનવામાં આવે છે.
મંત્ર: પ્રચણ્ડ વાડવાનલ પ્રભાશુભપ્રચારણી મહાષ્ટસિદ્ધિકામિની જનાવહૂત જલ્પના। વિમુક્ત વામ લોચનો વિવાહકાલિકધ્વનિઃ શિવેતિ મંત્રભૂષગો જગજ્જયાય જાયતામ્।।
બિઝનેસમાં મોટો નફો, નોકરીમાં પ્રમોશન કે અઢળક સંપત્તિ ઈચ્છો છો, તો આ મંત્ર શ્રેષ્ઠ છે
મંત્ર: નવીનમેઘમણ્ડલીનિરુદ્ધદુર્ધરસ્ફુર-ત્કુહૂનિશીથિનીતમઃ પ્રબન્ધબદ્ધકન્ધરઃ। નિલિમ્પનિર્ઝરીધરસ્તનોતુ કૃત્તિસિન્ધુરઃકલાનિધાનબન્ધુરઃ શ્રિયં જગદ્ધુરન્ધરઃ।।
કેવી રીતે કરશો જાપ?

મહાશિવરાત્રીની રાત્રે શુદ્ધ મનથી શિવલિંગ સામે બેસીને આ મંત્રોનું પઠન કરવું જોઈએ. ભગવાન શિવ માત્ર એક લોટો જળ અને સાચા મનથી કરેલા જાપથી પ્રસન્ન થઈને ભક્તોના તમામ કષ્ટો હરી લે છે.