Parenting Tips: પરીક્ષાનો સમય શરૂ થતાં જ બાળકો કરતા વધારે પેરેન્ટ્સની ચિંતા વધી જતી હોય છે.આ સમયમાં વિદ્યાર્થીઓ પર પણ અભ્યાસ અને પરિણાનું દબાણ વધી જાય છે. એટલે જ માત્ર મહેનત નહીં, પરંતુ યોગ્ય અને સકારાત્મક માહોલ પણ સફળતા માટે જરૂરી છે.
વાસ્તુશાસ્ત્રના આ સરળ ઉપાયો અપનાવવાથી બાળકોની એકાગ્રતા વધે છે અને પરીક્ષામાં સારું પરિણામ મળવાની શક્યતા વધી શકે છે.
🌿 સ્ટડી રૂમમાં સકારાત્મક માહોલ બનાવો
બાળકો જ્યાં અભ્યાસ કરે છે, તે જગ્યા શાંત અને પોઝિટિવ હોવી જોઈએ. નેગેટિવ ઊર્જા એકાગ્રતાને તોડે છે. સ્ટડી રૂમમાં લીલા રંગનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. દીવાલ પર લીલો રંગ ન શક્ય હોય તો નેચર અથવા ગ્રીન પેરોટની તસવીર લગાવી શકાય.

🧭 સ્ટડી ટેબલની દિશા રાખો યોગ્ય
બીજું એ કે, ભણવા માટે વાસ્તુ મુજબ સ્ટડી ટેબલની દિશા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ઈશાન કોણ, પૂર્વ અથવા ઉત્તર દિશામાં ટેબલ રાખવું શુભ ગણાય છે. આ દિશા મનને સ્થિર રાખે છે. પુસ્તકોના રેક પશ્ચિમ કે દક્ષિણ દિશામાં રાખવા યોગ્ય છે.


🪔 ટેબલ પર રાખો શુભ વસ્તુઓ
સ્ટડી ટેબલ પર ભગવાન ગણેશ અથવા માતા સરસ્વતીની નાની પ્રતિમા રાખી શકાય. જે બુદ્ધિ અને વિદ્યામાં વૃદ્ધિ કરે છે. ગ્લોબ અથવા તાંબાનો પિરામિડ રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે.
🦚 મોર પંખથી પણ વધે સ્મરણ શક્તિ
એકાગ્રતા અને યાદશક્તિ વધારવા મોર પંખ શુભ માનવામાં આવે છે. સ્ટડી ટેબલ અથવા પુસ્તકમાં મોર પંખ રાખો. વાસ્તુ મુજબ તે બુધ ગ્રહને મજબૂત કરે છે.

✨ સફાઈ અને સુગંધનું મહત્વ
અભ્યાસની જગ્યા હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. અવ્યવસ્થાથી નકારાત્મકતા વધે છે. ગુલાબ કે ચંદનની હળવી ધૂપબત્તી માહોલને શાંત બનાવે છે. આથી બાળકોનું ધ્યાન અભ્યાસમાં વધુ લાગે છે.