Mangal Gochar: નવું વર્ષ 2026 ગ્રહોની ચાલની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનું છે. 16 જાન્યુઆરીના રોજ મંગળ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ મકરમાં ગોચર કરશે. જ્યારે ઉર્જાનો કારક મંગળ શક્તિશાળી સ્થિતિમાં હોય ત્યારે તે વ્યક્તિના પરાક્રમ અને સંપત્તિમાં વધારો કરે છે. આ પરિવર્તનથી તુલા રાશિ સહિત ચાર ભાગ્યશાળી રાશિઓને નવી બિઝનેસ ડીલ અને પ્રોપર્ટીના રોકાણમાં મોટો ફાયદો થવાના સંકેત છે.
16 જાન્યુઆરી, શુક્રવારે વહેલી સવારે ૦4:36 વાગ્યે ગ્રહોના સેનાપતિ મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર એ મંગળની ‘ઉચ્ચ રાશિ’ છે, જેનો અર્થ છે કે અહીં મંગળ અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી અવસ્થામાં હશે. મંગળનું આ ભ્રમણ 23 ફેબ્રુઆરી સુધી એટલે કે કુલ 39 દિવસ ચાલશે. આ પરિવર્તનથી ખાસ કરીને મેષ, કર્ક, તુલા અને મકર રાશિના જાતકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે.

મેષ
કરિયરમાં નવી ઊંચાઈઓ
મેષમાં સ્વામી મંગળનું 10 મા ભાવમાં ઉચ્ચ થવું એ વ્યાવસાયિક રીતે લોટરી સમાન છે. કાર્યસ્થળ પર તમારી મહેનતની નોંધ લેવાશે, પ્રમોશન કે પગાર વધારાના પ્રબળ યોગ બનશે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ 39 દિવસ તમારા માટે વરદાન સાબિત થશે.
કર્ક
બિઝનેસ ડીલ અને મજબૂત ભાગીદારી
કર્ક રાશિના 7 મા ભાવમાં મંગળનું ગોચર વ્યાવસાયિક ભાગીદારી અને સંબંધોમાં નવી ઉર્જા ભરશે. જૂની પેન્ડિંગ ડીલ ફાઈનલ થશે અને નવા મોટા કરારો પર હસ્તાક્ષર કરવા માટે આ ઉત્તમ સમય છે. તમારી નેતૃત્વ ક્ષમતાથી ગ્રાહકો પ્રભાવિત થશે અને આર્થિક લાભ થશે.
તુલા
પ્રોપર્ટી અને રિયલ એસ્ટેટમાં મોટો ફાયદો
તુલા રાશિના જાતકો માટે મંગળ પ્રોપર્ટી અને સુખ-સુવિધાના ભાવમાં ઉર્જા આપશે. નવું ઘર ખરીદવા, મિલકતમાં રોકાણ કરવા કે ઘરનું નવીનીકરણ કરવા માટે આ શક્તિશાળી સમય છે. લાંબા ગાળાની આર્થિક સ્થિરતા આપતી મિલકતમાં રોકાણ કરવાના યોગ બની રહ્યા છે.
મકર
આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વનો વિકાસ
મંગળ તમારી જ રાશિમાં (પ્રથમ ભાવમાં) આવી રહ્યો છે. આ આત્મ-સંશયને દૂર કરી સાહસ અને શક્તિ વધારવાનો સમય છે. તમને નેતૃત્વ કરવાની નવી તક મળશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. જીવનના મોટા નિર્ણયો લેવા માટે બ્રહ્માંડ તરફથી તમને ‘ગ્રીન સિગ્નલ’ મળી ગયું છે.