બાબા વાંગાની સાથે ફ્રાંસના પ્રખ્યાત દ્રષ્ટા ‘માઈકલ ડી નોસ્ત્રેદમસ’ પોતાની ભવિષ્યવાણીઓ માટે દુનિયાભરમાં જાણીતા છે. નાસ્ત્રેદમસની ઘણી ભવિષ્યવાણી સાચી પડી છે. નાસ્ત્રેદમસે તેમના પુસ્તક લેસ પ્રોફેટીઝમાં આવી આગાહીઓ કરી હતી, જેમાંથી મોટાભાગની આગાહીઓ સાચી સાબિત થઈ છે. નાસ્ત્રેદમસે વર્ષ ૨૦૨૫ માટે ઘણી ખૂબ જ ભયાનક આગાહીઓ પણ કરી હતી.
નાસ્ત્રેદમસનો જન્મ 14 ડિસેમ્બર , 1503ના રોજ નાના ફ્રેન્ચ ગામ સેન્ટ-રેમીમાં થયો હતો અને 1566માં તેનું અવસાન થયું હતું. આજે અમે તમને વર્ષ 2025 માટે કરવામાં આવેલી તેમની ભવિષ્યવાણીઓ વિશે જણાવીએ છીએ. તેમણે નવા વર્ષ માટે કરેલી આગાહીઓ અત્યંત ભયાનક છે. જો તેની આગાહીઓ સાચી પડશે તો દુનિયાભરમાં તબાહી મચી જશે. નાસ્ત્રેદમસે ત્રીજા વિશ્વયુદ્ધથી લઈને વૈશ્વિક અર્થવ્યવસ્થાના પતન સુધીની દરેક વસ્તુની આગાહી કરી હતી.
ત્રીજા વિશ્વયુદ્ધની ચેતવણી
પ્રખ્યાત ફ્રેન્ચ દ્રષ્ટા નોસ્ત્રેદમસે વર્ષ ૨૦૨૫ માટેની પોતાની આગાહીઓમાં ત્રીજા વિશ્વયુદ્ધની ચેતવણી આપી છે. તેમનો દાવો છે કે આ યુદ્ધ તબાહી તરફ દોરી જશે.
વિશ્વભરમાં આર્થિક કટોકટી
નાસ્ત્રેદમસે તેની આગાહીઓમાં વિશ્વભરમાં તોળાઈ રહેલી આર્થિક કટોકટી તરફ ધ્યાન દોર્યું છે. જેના કારણે સામાજિક અશાંતિનો ભય ઉભો થયો છે. આ આર્થિક કટોકટીમાં મેક્સિકો, લેટિન અમેરિકન દેશો અને યુરોપનો સમાવેશ થશે.
આબોહવા પરિવર્તન
ફ્રાંસના એક આગાહીકારના જણાવ્યા અનુસાર પ્રદૂષણની સાથે સાથે અન્ય પરિબળોને કારણે પણ આબોહવામાં ભારે ફેરફાર થશે. વર્ષ 2025માં હીટ વેવ આવશે જે પહેલા ક્યારેય અનુભવાયા ન હતા. આ ક્લાઇમેટ ચેન્જની સૌથી વધુ અસર યુરોપમાં થશે.
દુકાળ
વૈશ્વિક ખાદ્ય અસલામતી એટલી વધી જશે કે વિશ્વના સૌથી સંવેદનશીલ વિસ્તારો અસ્થિર થઈ જશે. વર્ષ ૨૦૨૫ માં કુદરતી આફતો આને વધુ તીવ્ર બનાવશે. આનાથી દુષ્કાળ અને સામાજિક તણાવ જેવી પરિસ્થિતિઓ તરફ દોરી જશે.
ભારતની સૌથી મોંઘી સોસાયટી, દરેક ફ્લેટની કિંમત 100 કરોડ રૂપિયા છે, અંદર શું છે? જાણો
વિશ્વની પ્રથમ CNG બાઇક થઈ સસ્તી, બજાજે ફ્રીડમ 125ની કિંમતમાં કર્યો મોટો ઘટાડો
PAN 2.0: ડુપ્લિકેટ PAN કાર્ડવાળા તરત જ સરેન્ડર કરી દેજો, નહીંતર ભરાઈ જશો!
ટેકનોલોજી વધશે
નાસ્ત્રેદમસે આગાહી કરી હતી કે તકનીકી રોજિંદા જીવનને નિયંત્રિત કરવાનું શરૂ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે નાસ્ત્રેદમસની મોટાભાગની ભવિષ્યવાણી સાચી સાબિત થઇ છે.