શા માટે સૂર્યાસ્ત પછી તુલસી તોડવાની મનાઈ છે? જાણો તેની પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

Lok Patrika
By Lok Patrika

Tulsi: તુલસીના છોડને આપણે અત્યંત પવિત્ર માનીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે રાત્રે તુલસીના પાન તોડવા ભારે પડી શકે છે? શાસ્ત્રોમાં તેને અશુભ માનવામાં આવે છે, તો વિજ્ઞાન પણ રાત્રિના સમયે છોડની જૈવિક પ્રક્રિયાને કારણે આવું ન કરવાની ચેતવણી આપે છે. જો તમે પણ અજાણતામાં આ ભૂલ કરી રહ્યા છો, તો જાણી લો તેનાથી થતા મોટા નુકસાન અને તેની પાછળના ચોંકાવનારા કારણો.

આપણી પરંપરામાં તુલસીને માત્ર એક છોડ નહીં, પણ ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. તુલસીની સેવા અને પૂજાના જેટલા ફાયદા છે, એટલા જ કડક તેના નિયમો પણ છે. ખાસ કરીને રાત્રે તુલસી તોડવાની શા માટે મનાઈ છે? શું તે માત્ર એક માન્યતા છે કે તેની પાછળ કોઈ ગૂઢ રહસ્ય છે? આવો જાણીએ તુલસી સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ નિયમો વિશે.

શાસ્ત્રો અનુસાર રવિવાર, એકાદશી, ગ્રહણ વગેરે જેવા દિવસોમાં તુલસી તોડવી વર્જિત હોય છે. પરંતુ આ સાથે જ રાત્રિના સમયે પણ તુલસી ન તોડવી જોઈએ.”

આ બાબતમાં માત્ર ધર્મ જ નહીં, પણ વિજ્ઞાન પણ સંમત છે! શાસ્ત્રો અને વિજ્ઞાન બંને એક સૂરે કહે છે કે સૂર્યાસ્ત પછી પ્રકૃતિ વિશ્રામ કરે છે, તેથી કોઈપણ છોડને નુકસાન ન પહોંચાડવું જોઈએ. તેમાં પણ ખાસ કરીને તુલસી, જે અત્યંત સંવેદનશીલ અને પૂજનીય છે, તેના પાન રાત્રે તોડવા એ મોટી ભૂલ સાબિત થઈ શકે છે.

ધાર્મિક માન્યતા મુજબ તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. જો તમે રાત્રે અજાણતા પણ તુલસીના પાન તોડો છો, તો તેનાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની નારાજગી વહોરવી પડી શકે છે. વિદ્વાનોનું તો ત્યાં સુધી કહેવું છે કે આ એક ભૂલ તમારા પરિવારમાં માનસિક અશાંતિ અને આર્થિક તંગી લાવી શકે છે. તેથી જ કહેવાય છે કે તુલસીના નિયમોનું પાલન કરવું એ માત્ર શ્રદ્ધા નહીં, પણ ઘરની સુખ-શાંતિ માટે પણ જરૂરી છે.

શાસ્ત્રો અનુસાર, તુલસીમાં જળ અર્પણ કરવા માટે અથવા પાન તોડવા માટે સૂર્યોદયનો સમય સર્વોત્તમ હોય છે. સવારના સમયે છોડ તાજગી અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોય છે. આ સમયે તુલસીના પાન અને મૂળ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવવામાં વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે.”

શાસ્ત્રોમાં જણાવેલા આ નિયમો માત્ર પરંપરા જ નથી, પરંતુ ઘર અને પરિવારની સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સુખ-શાંતિ સાથે જોડાયેલા છે. તેથી, તુલસી તોડતી વખતે, સ્પર્શ કરતી વખતે કે પૂજા કરતી વખતે તેનાથી જોડાયેલા નિયમોનું પાલન ચોક્કસપણે કરો.

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly