જાન્યુઆરીમાં સૂર્ય-શુક્રની યુતિથી બનશે ‘શુક્રાદિત્ય રાજયોગ’: જાણો કઈ રાશિઓનું કિસમત ચમકશે

Lok Patrika
By Lok Patrika

Shukraaditya Rajyog:  જાન્યુઆરી મહિનામાં આકાશમાં ગ્રહોનો એક અદભૂત અને દુર્લભ સંયોગ સર્જાવા જઈ રહ્યો છે! સૂર્ય અને શુક્રની યુતિથી બનશે શુક્રાદિત્ય રાજયોગ’, જે અમુક રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનો અંબાર લાવશે. ગ્રહોના રાજા સૂર્ય અને સુખ-વૈભવના દાતા શુક્રની અસીમ કૃપાથી ભાગ્યના દ્વાર ખુલશે અને અચાનક ધનલાભના યોગ બનશે.

દૃગ પંચાંગ અનુસાર, શુક્ર ગ્રહને ધન, વૈભવ, ઐશ્વર્ય, વિલાસિતા, ભૌતિક સુખ અને વૈવાહિક જીવનના કારક માનવામાં આવે છે. જ્યારે સૂર્યદેવને સરકારી નોકરી, આત્મવિશ્વાસ, માન-સન્માન, પ્રતિષ્ઠા અને પિતાના કારક માનવામાં આવે છે. આથી, જ્યારે પણ આ બંને ગ્રહોની ચાલમાં ફેરફાર થાય છે, ત્યારે આ ક્ષેત્રો પર વિશેષ પ્રભાવ પડે છે.

તમને જણાવી દઈએ કે, જાન્યુઆરીમાં સૂર્ય અને શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી ‘શુક્રાદિત્ય રાજયોગ’ રચાશે. આ રાજયોગ બનવાથી કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થઈ શકે છે, સાથે જ નવી નોકરી અને વ્યાપારમાં ધનલાભ પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ, કઈ છે આ નસીબદાર રાશિઓ…

ધનુ રાશિ
આ રાશિના જાતકો માટે ‘શુક્રાદિત્ય રાજયોગ’ અત્યંત સકારાત્મક અને ફળદાયી સાબિત થઈ શકે છે. તમારી ગોચર કુંડળીના બીજા ભાવમાં આ રાજયોગ રચાવા જઈ રહ્યો હોવાથી, તમને સમયે-સમયે અચાનક ધનલાભ થવાના પ્રબળ યોગ છે. જો તમારું નાણું ક્યાંય અટવાયેલું હશે, તો આ સમયગાળામાં તે પરત મળી શકે છે અને તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશ

વેપારી વર્ગ માટે આ સમય સોના જેવો સાબિત થશે, જેમાં ફસાયેલા પૈસા પાછા મળશે. તમારી સર્જનાત્મકતા અને બુદ્ધિશક્તિના કારણે કાર્યક્ષેત્રમાં તમારા ભરપૂર વખાણ થશે. આ સાથે જ, પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને તમારી વાણીમાં એવો પ્રભાવ વધશે કે લોકો તમારાથી મંત્રમુગ્ધ થઈ જશે.

મીન રાશિ
મીન રાશિના જાતકો માટે ‘શુક્રાદિત્ય રાજયોગ’ વરદાન સમાન સાબિત થઈ શકે છે. આ રાજયોગ તમારી રાશિથી 11 માં ભાવમાં રચાવા જઈ રહ્યો છે, જેના પરિણામે તમારી આવકમાં જબરદસ્ત વધારો થવાની શક્યતા છે. આવકના નવા-નવા સ્ત્રોત ઉભા થશે અને આર્થિક રીતે તમે વધુ મજબૂત બનશો. મિલકત કે પ્રોપર્ટી સંબંધિત મામલાઓમાં પણ નસીબ તમારો સાથ આપશે અને પરિણામો તમારા પક્ષમાં આવશે.

ભાગ્યના પૂરા સહયોગથી તમે જે પણ નિર્ણયો લેશો તે સચોટ સાબિત થશે, જેનાથી તમે તમારા લક્ષ્યોને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરી શકશો. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમયગાળામાં તમને ઉત્તમ વળતર મળી શકે છે. ટૂંકમાં, આ સમય તમારી અધૂરી ઈચ્છાઓ પૂરી કરવાનો છે!

તુલા રાશિ
શુક્રાદિત્ય રાજયોગના નિર્માણથી તુલા રાશિના જાતકો માટે ‘અચ્છે દિન’ એટલે કે સોનેરી દિવસોની શરૂઆત થઈ શકે છે. આ રાજયોગ તમારી રાશિથી ચોથા ભાવમાં રચાવા જઈ રહ્યો હોવાથી, તમને ભૌતિક સુખ-સુવિધાઓની ભરપૂર પ્રાપ્તિ થશે. આ સમયગાળામાં તમે કોઈ લક્ઝરી આઈટમ, નવું વાહન અથવા પ્રોપર્ટી ખરીદવાનું મન બનાવી શકો છો.

નોકરી હોય કે વ્યાપાર, તમને નવી સફળતાઓ અને સકારાત્મક ફેરફારો જોવા મળશે. પરિવારનો સંપૂર્ણ સહયોગ મળવાથી મનમાં સંતોષ રહેશે અને ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. ખાસ કરીને, આ સમય દરમિયાન માતા સાથેના તમારા સંબંધો વધુ મધુર અને ગાઢ બનશે.

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly