ગુરુવાર એક એવા દિવસ છે કે ત્યારે ભગવાન વિષ્ણુની પૂજા માટે વિશેષ દિવસ માનવામાં આવે છે. શ્રી હરિને પ્રસન્ન કરવા માટે ગુરુવારે ઉપવાસ કરવો અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી શ્રેષ્ઠ છે. આ સાથે ગુરુવારના પ્રમુખ દેવતા ભગવાન બૃહસ્પતિને માનવામાં આવે છે કે જે દેવતાઓના ગુરુ છે.
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે જો ગુરુ શુભ હોય તો વ્યક્તિને સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને પ્રતિષ્ઠા મળે છે. તેથી કુંડળીમાં ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે પણ ગુરુવાર ખાસ દિવસ છે. જ્યારે કુંડળીમાં અશુભ ગુરૂ વ્યક્તિને દુ:ખી, દુર્ભાગ્યપૂર્ણ, આદરહીન અને જ્ઞાનહીન જીવન આપે છે.
દરેક કાર્યમાં સફળતા મળવા લાગશે
જો તમે તમારા કામમાં વારંવાર નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છો, નસીબ તમારી સાથે નથી અથવા તમારા લગ્નજીવનમાં અવરોધો કે આર્થિક તંગી આવી રહી છે, તો ગુરુવારે કેટલાક ઉપાયો કરો. ગુરુવારે ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવાથી અને ભક્તિભાવ સાથે મંત્રોનો જાપ કરવાથી આ બધી સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિને જીવનની બધી જ ખુશીઓ મળે છે.
લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવાના ઉપાયઃ-
ગુરુવારે સવારે સ્નાન કરીને પીળા રંગના વસ્ત્રો પહેરો. ત્યારબાદ કેળાના ઝાડની પૂજા કરો. કેળાના ઝાડને પાણી અર્પણ કરો. ઘીનો દીવો પ્રગટાવો અને પછી ત્યાં બેસીને ભગવાન વિષ્ણુના 108 નામનો જાપ કરો. ટૂંક સમયમાં લગ્ન થવાની સંભાવના છે.
સુખી જીવનનો ઉપાયઃ-
ગુરુવારે સવારે સ્નાન કરીને સૂર્યદેવને જળ ચઢાવો. ત્યારબાદ ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને ઘીનો દીવો પ્રગટાવો. આ માટે વાટની જગ્યાએ કલાવાનો ઉપયોગ કરો.
સફળતા અને સૌભાગ્યનો ઉપાયઃ-
દર ગુરુવારે કુશના આસન પર બેસીને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. ભગવાન શ્રી હરિને પીળા ફૂલ અને ફળ પણ અર્પણ કરો.
કોંગ્રેસ અને ગઠબંધન શોભાના ગાંઠિયા સમાન રહી ગયા, બધા જ સર્વેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો!
વેપારમાં લાભ મેળવવાના ઉપાયઃ-
ગુરુવારે કેળા, કેરી વગેરે ફળોનું દાન કરો.
ધન પ્રાપ્તિનો ઉપાયઃ-
કેસરથી ખીર બનાવીને ગુરુવારે ભગવાન વિષ્ણુને અર્પણ કરો. પછી આ પ્રસાદ તમારા પરિવાર સાથે સ્વીકારો. ઘરમાં ધનનો પ્રવાહ વધવા લાગશે.