ડિસેમ્બરમાં બેંકે જતા પહેલા આ સમાચાર ખાસ વાંચી લેજો, 13 દિવસ બંધ રહેશે બેંકો, અહી જૂઓ આખુ લીસ્ટ  

વર્ષ 2022નો છેલ્લો મહિનો ડિસેમ્બરમાં માત્ર થોડા જ દિવસો બાકી છે. આ મહિનામાં નાતાલનો તહેવાર છે. આ મહિનામાં મોટી રજાઓ છે જેના માટે લોકો પહેલેથી જ પ્લાનિંગ કરી રહ્યા છે, પરંતુ ઉજવણીની તૈયારી કરવા અથવા ફરવા જવા માટે વ્યક્તિને પૈસાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં તમારે જાણવું જ જોઇએ કે ડિસેમ્બરમાં બેંકો કયા દિવસે બંધ રહેશે અને કયા દિવસે ખુલશે જેથી તમે તે મુજબ તમારી રજાઓનું આયોજન કરી શકો.

ડિસેમ્બરમાં એક-બે દિવસ નહીં પણ 13 દિવસ બેંકો બંધ રહેવાની છે. આરબીઆઈ કેલેન્ડર મુજબ આ વખતે ક્રિસમસ અને ગુરુ ગોવિંદ સિંહ જેવા તહેવારોને કારણે ડિસેમ્બરમાં રજાઓ વધી છે. 31-દિવસના ડિસેમ્બર મહિનામાં ચાર રવિવાર છે જ્યારે બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે.

 

*આ છે રજાઓની સૂચિ:

-3 ડિસેમ્બર – શનિવાર – સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનું પર્વ – ગોવા

-4 ડિસેમ્બર – રવિવાર – સપ્તાહાંત – રજા

-10 ડિસેમ્બર- શનિવાર – મહિનાનો બીજો શનિવાર – સમગ્ર ભારતમાં

-11 ડિસેમ્બર – રવિવાર – સપ્તાહાંત – રજા

-12 ડિસેમ્બર – સોમવાર – સંગમા સન્માન – મેઘાલય

-18 ડિસેમ્બર – રવિવાર – સપ્તાહાંત – રજા

-19 ડિસેમ્બર – સોમવાર – મુક્તિ દિવસ – ગોવા

-24 ડિસેમ્બર – શનિવાર – ચોથો શનિવાર – સમગ્ર ભારતમાં

-25 ડિસેમ્બર – રવિવાર – સપ્તાહાંત – રજા

-26 ડિસેમ્બર – સોમવાર – નાતાલ – સિક્કિમ, મેઘાલય

-29 ડિસેમ્બર – ગુરુવાર – ગુરુ ગોવિંદ સિંહનો જન્મદિવસ

-30 ડિસેમ્બર – શુક્રવાર – નંગબાહ – મેઘાલય

-31 ડિસેમ્બર – શનિવાર – નવા વર્ષની પૂર્વ સંધ્યા

 

નોંધનીય છે કે આ રજાઓ પર જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, વિદેશી બેંકો, સહકારી બેંકો અને પ્રાદેશિક બેંકો સહિત બેંકોની તમામ શાખાઓ બંધ રહેશે. તમને RBIની સત્તાવાર વેબસાઇટ પરથી રજાઓ વિશેની તમામ માહિતી પણ મળશે, જ્યાં તે દર મહિને રજાઓનું કેલેન્ડર અપડેટ કરે છે.

 

 

 

 

Translate »